દહેગામ : મામલતદાર કચેરીમાં આધારકાર્ડ ફોર્મના ૧૦૦ રૂપીયા લઈને વેચતો એજંટ ઝડપાયો.

0
28

દહેગામ મામલતદાર કચેરીમા વચોટીયા એજંટોનુ સામ્રાજ્ય વધી જતા એક ગ્રાહક પાસેથી આધારકાર્ડનુ ફોર્મ ૧૦૦ રૂપીયા લઈને વેચતો એક એજંટ ઝડપાયો મામલતદારે પોલીસ બોલાવીને જેલને હવાલે કર્યો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરીમા વચોટીયા એજંટોનુ સામ્રાજ્ય વધી જવા પામ્યુ છે અને દહેગામ તાલુકામાંથી આવતા અરજદારો પાસેથી આ એજંટો ફોર્મ ભરવાના અને આ કચેરીના નાના મોટા કામો કરવા માટે ૧૦૦ થી ૫૦૦ રૂપીયા જેટલી માતબર રકમ ઉઘરાવી રહ્યા છે. અને મામલતદાર કચેરીમા એજંટોનુ સામ્રાજ્ય પણ વધી જવા પામ્યુ છે તેથી આજે દહેગામ તાલુકાના મીરઝાપુર ગામના રહીશ  રૂપસંગજી કાનાજી ઠાકોર તેમના ભાઈ ડાયાજી કાનાજી ઠાકોરનુ આધારકાર્ડ કઢાવવા માટે આવ્યા હતા ત્યારે આ કચેરીમા આધારકાર્ડનુ ફોર્મ નહી મળતા તેમને ઉદેસિંહ પુંજસિંહ નામનો એજંટ તેમને મળી જતા આ અરજદાર પાસેથી ૧૦૦ રૂપીયા લઈને આધારકાર્ડનુ ફોર્મ આપ્યુ હતુ ત્યારે ફોર્મ ભરીને આધારકાર્ડની શાખામા આપવા જતા આ ફોર્મ માન્ય નહી ગણાતા રૂપસંગજીએ આ ફોર્મ આપનાર એજંટને પકડી પાડ્યો હતો.

આ સમયે મારામારીના દ્રષ્યો સર્જાયા હતા અને આ દારૂરીયો એજંટ બીભત્સ ગાળો બોલતો હતો.  અને બે ત્રણ જણા તેને પકડીને મામલતદાર પાસે લઈ ગયા હતા અને મામલતદારે પોલીસવાન બોલાવીને આ એજંટને બીજી વખત પોલીસને હવાલે કર્યો હતો. અને આ વ્યક્તિ દારૂના નશામા હોવાથી મનફાવે તેવી ગાળો બોલતો નજરે પડતો હતો. આમ દહેગામ મામલતદાર કચેરીમા વચોટીયા એજંટોનુ સામ્રાજ્ય વધી જતા અરજદારો વચોટીયા દલાલોના ભોગ બની ગયા છે.

  • દહેગામ મામલતદાર કચેરીમા વચોટીયા એજંટોનુ ચાલતુ સામ્રાજ્ય ૧૦૦ રૂપીયામા આધારકાર્ડાનુ ફોર્મ વેચાતા મામલતદારે એક એજંટને પોલીસને હવાલે કર્યો
  • દહેગામ મામલતદાર કચેરીમા અરજદારે એજંટને પકડતા મારામારીના દ્રષ્યો સર્જાયા
  • મામલતદાર કચેરીમા આ તમાસો જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા
  • આ એજંટને પકડીને પોલીસવાનમા બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામા આવ્યો

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here