Friday, December 2, 2022
Homeગુજરાતહિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોએ કર્યો હોબાળો

હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોએ કર્યો હોબાળો

- Advertisement -

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ માર્કેટયાર્ડમાં છેલ્લા 12 દિવસથી મગફળીની આવક થઇ રહી છે અને ખેડૂતોને સારા ભાવ મળતા ખુશી જોવા મળી રહીં છે. તો ગુજરાતમાં સૌથી વધુ ભાવ ખેડૂતોને મગફળીના અહિયાં મળે છે. અત્યાર સુધીમાં મગફળીની 15,545 બોરીની આવક થઇ છે. ખેડૂતોને 1200થી 1641 સુધીનો ભાવ પડ્યો હતો. શનિવારે ભાવ ઓછો પડતા ખેડૂતોએ હોબાળો કરી માર્કેટયાર્ડના દરવાજા બંધ કરી દીધા હતા. જેને લઈને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને વેપારીઓ સાથે ખેડૂતોની બેઠક કર્યા બાદ સમાધાન થતા 2 કલાક બાદ મગફળીની હરાજી શરુ થઇ હતી.

હિંમતનગર માર્કેટયાર્ડ મગફળીના સારા ભાવ માટે પ્રખ્યાત છે. પરંતુ શનિવારે સવારે હરાજી શરુ થતા માર્કેટમાં સરેરાશ ભાવ કરતા ઓછા ભાવ પડતા ખેડુતો દ્રારા માર્કેટમાં હોબાળો કરવામાં આવ્યો હતો. જેમાં માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો પણ ખેડૂતો દ્રારા બંધ કરાયો હતો. જેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. તો દરરોજના ભાવ કરતા શનિવારે સરેરાશ 200થી 300 રૂપિયા ભાવ ઓછો પડ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે વેપારીઓ અને ખેડૂતો સાથે માર્કેટયાર્ડ ખાતે એક બેઠક યોજાઈ હતી અને બેઠકમાં સમાધાન થતા 2 કલાક બાદ ફરી હરાજી શરૂ કરવામાં આવી હતી.

આ અંગે હિંમતનગર માર્કેટયાર્ડના મેનેજર મણી પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગર માર્કેટયાર્ડમાં શુક્રવારે 1200થી 1640 મગફળીનો ભાવ પડ્યો હતો અને આજે ભાવમાં 50-100નો ઘટાડો થતા 1200થી 1500 મગફળીનો ભાવ પડ્યો હતો. જેથી લઈને ખેડૂતોએ હોબાળો કરી પ્રવેશદ્વાર બંધ કર્યો હતો જેને લઈને પોલીસ બોલાવવી પડી હતી. તો વેપારી અને ખેડૂતોની બેઠક કરી હતી અને સમાધાન થતા હરાજી ફરી શરુ કરી હતી. તો અત્યાર સુધીમાં માર્કેટિંગયાર્ડમાં 15,545 બોરીની આવક થઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular