દહેગામ : શાકમાર્કેટમાં વેપારી દ્વારા લીલાશાકભાજી લોકોને મફત વીતરણ કરતા લોકોની પડાપડી

0
69

દહેગામ શાકમાર્કેટમા મહેંદ્ર મંદા દ્વારા લીલા ધાણા, પાલકની ભાજી, મેથી લોકોને મફત વીતરણ કરતા આ ભાજી લેવા માટે લોકોની પડાપડી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા આવેલ શાકમાર્કેટમા આજે એક શાકભાજી વેપારી મહેંદ્ર મંદા દ્વારા શાકમાર્કેટના મુખ્ય માર્ગ ઉપર બે લારીઓ ભરેલી મેથી, લીલા ધાણા અને પાલકની ભાજી લોકોને મફત વીતરણ કરતા આ ભાજી લેવા માટે દહેગામ શાકમાર્કેટમા નાના મોટા સૌ પડાપડી કરતા જોવા મળતા હતા. દહેગામ શહેરમા ૨૦ રૂપીયે કીલો મેથી, ૨૦ રૂપીયે કીલો પાલકની ભાજી અને ૨૦ રૂપીયે કીલો લીલા ધાણા બજારમા વેચાઈ રહ્યા છે.

ત્યારે આજે આ શાકમાર્કેટમા ત્રણ પ્રકારની ભાજી મફતમા વીતરણ થતા રોડ ઉપર જતા લોકો પણ મફત મફતની બુમો સાંભળીને લેવા માટે દોડી આવતા હતા ત્યારે આ મહેંદ્ર મંદાની રૂબરૂ મુલાકાત લેતા તેને જણાવ્યુ હતુ કે હુ આ ભાજી મારા ખર્ચે શાકમાર્કેટમાંથી વેચાતી લાવીને ગરીબોને દાન કરુ છુ ત્યારે આજુબાજુમા ઉભેલા શાકભાજીની લારીઓ વાળા પણ જોતા રહી જવા પામ્યા હતા. અને આજે આ મફત શાકભાજી વીતરણ થતા લોકો ખુશમા આવી મફત શાકભાજી લેતા નજરે પડતા હતા.

  • દહેગામ શાકમાર્કેટમા મહેંદ્ર મંદા દ્વારા લીલા ધાણા, પાલકની ભાજી, મેથી લોકોને મફત વીતરણ કરતા આ ભાજી લેવા માટે લોકોની પડાપડી
  • દહેગામ ખાતે આવેલ શાકમાર્કેટમા લીલા ભાજી મફતમા વીતરણ કરવામા આવતા આ લીલા ભાજી લેવા માટે લોકોની કતારો લાગી
  • આ શાકમાર્કેટના વેપારી પોતાના ખર્ચે લીલા ભાજી લાવીને ગરીબોને દાન કરવા માટે આ વીતરણ કરવામા આવ્યુ હતુ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here