Monday, February 10, 2025
Homeહળવદ પંથકમાં બેફામ ખનીજ ચોરી અટકવવાની કાર્યવાહીના નામે માત્ર નાટક કર્યું હોવાનો...
Array

હળવદ પંથકમાં બેફામ ખનીજ ચોરી અટકવવાની કાર્યવાહીના નામે માત્ર નાટક કર્યું હોવાનો તાલ સર્જ્યો

- Advertisement -
હળવદ : હળવદ પંથકમાંથી પાછલા ઘણા વર્ષોથી બ્રાહ્મણી નદીના પટમાંથી બેરોકટોક પણે મોટાપાયે ખનીજ ચોરીનો તંત્રના નાક નીચે કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે આજે તંત્ર દ્વારા માત્ર કહેવા પૂરતી જ ખનીજ ચોરી ઝડપી પાડવાનું નાટક કર્યુ હોય તેમ જ્યાં રોજની 24 કલાક અનેક ટ્રકો ખનીજચોરી કરી રહી છે ત્યારે માત્ર બે ટ્રકોને ઝડપી તંત્રેએ હાસકારો અનુભવ્યો છે લોકોમાંથી એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે, તંત્ર જ્યારે પંથકમાં ચેકીંગ અર્થે આવતુ હોય છે ત્યારે પોતાના મળતીયા ખનીજ માફિયા ને અગાઉ જાણ કરી દેવામાં આવતી હોય છે જેના કારણે ખનીજ ચોરો બેલગામ બન્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા કલેકટરની સુચના મુજબ આજે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, આરટીઓ ,ખનિજ તંત્ર સહિતનાઓ બ્રાહ્મણી નદીમાં થતી ખનીજ ચોરી અટકાવવા હળવદ પંથકમાં ધામા નાખ્યા હતા. પરંતુ ખનીજચોરોના કાળાકારોબાર નીચે દબાઈ તંત્ર મામલતદાર કચેરીમાં બેસી રહ્યું અને અનેક ટ્રક રેતી ચોરી કરી જતી રહી હતી .ત્યારે માત્ર કલેકટરની સુચના હોવાથી પરાણે કાર્યવાહી કરવી પડી હોય તેમ માત્ર બે રેતી ચોરી કરી જતી ટ્રકને ઝડપી લઇ જાણે મોટુ કામ કર્યું હોય તેમ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. અહીં સવાલ એ થાય છે કે પંથકમાં દિવસ અને રાત બેરેક બેરોકટોક પણે ચાલતી ખનીજચોરી ઝડપવામાં તંત્ર કેમ ઉદાસીન રહે છે. જ્યારે માથક ગામે પણ ખનિજ ચોરી કરી જતી ટ્રકો ગામમાં પસાર થતી હોવાથી અનેક વખત અકસ્માત કરતી હોવા છતાં પણ ખનિજ તંત્ર કે બીજું કોઈ જવાબદાર તંત્ર આ ચાલતી ટ્રકોના પૈડા થંભાવી શકતું નથી.તો બીજી તરફ લોકો પાસે તેવી પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે ,ખનીજચોરો મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ ચલાવી તંત્રની રજેરજની જાણકારી મેળવતા હોય છે જ્યારે અમુક અધિકારીઓ તો રેડ કરવા નીકળે તે પહેલાં જ પોતાના માનીતા મલાઈ આપતા રેત માફિયાઓને જાણ કરી દેવામાં આવતી હોય છે.
હળવદ પંથકમાં ચાલતા રેતીના વોસ પ્લાન્ટમાં ચાલતી ખનીજની ગેરરીતી ખનીજ તંત્રને દેખાતી ન હોય તેમ હોસ પ્લાન્ટમાં રેતીની રોયલ્ટી પણ અન્ય તાલુકાઓની અને રેતી પણ અન્ય તાલુકાની વાપરવામાં આવતી હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે ત્યારે શું જવાબદાર તંત્ર આવાસ પ્લાન્ટમાં ચાલતી ગેરરીતિની તપાસ હાથ ધરી અટકાવશે ખરી ?
હળવદ મા ચાલતા ખનીજચોરી ભરેલા ડમ્ફર મોટાભાગના નંબર પ્લેટ વગરના હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આ નંબર પ્લેટ વગરના ડમ્પરો આરટીઓ તંત્રને ધ્યાને નહીં આવતા હોય કે પછી બધું જાણી જોઈને ચલાવવામાં આવે છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular