વડોદરાઃ વર્ષાઋુતુની શરૂઆત સાથે જ વિશ્વામિત્રી નદી, કોતરો અને તળાવોમાં વસવાટ કરતા મગરોની શહેરના માર્ગો ઉપર આવન-જાવન શરૂ થઇ ગઇ છે. મોડી રાત્રે મકરપુરા-જીજીમાતા મંદિર રોડ ઉપર મગર આવી ગયો હતો. સ્થાનિક લોકોએ મગરને જોતા તુરત જ પ્રાણી ક્રુર નિવારણ સંસ્થાના કાર્યકરોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. અને મગરને પકડી વન વિભાગને સોંપ્યો હતો.
વાહન વ્યવહારને ડાયવર્ટ કરી દીધો
ગુજરાત એસ.પી.સી.એ.ના રાજભાઇ ભાવસારે જણાવ્યું હતું કે, મોડી રાત્રે મકરપુરા જીજીમાતા મંદિર રોડ ઉપર મગર ફરી રહ્યો હોવાનો સ્થાનિક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તુરત જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને મુખ્ય માર્ગ ફરતા આશરે 5 ફૂટ લંબાઇના મગરને પકડી લીધો હતો. સદભાગ્યે મગર ઉપર કોઇ વાહન પસાર ન થતાં બચી ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ પણ પસાર થતાં વાહનો મગર ઉપરથી પસાર ન થાય તે માટે વાહન વ્યવહારને ડાયવર્ટ કરી દીધો હતો. મગરને પકડી વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.