મથુરાની મસ્જિદમાં 4 હિન્દુ યુવકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા, જય શ્રીરામના નારા લગાવ્યા.

0
11

મથુરાના નંદુરા બાબા મંદિરમાં 29મી ઓક્ટોબરે 2 મુસ્લિમો દ્વારા નમાજ પઢવાના વિરોધમાં બરસાના રોડની ઇદગાહમાં 4 યુવકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ મામલો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ચારેય યુવકોની ધરપકડ કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ નામના યુવકે પડકાર ફેંક્યો હતો કે જ્યારે કોઈ મુસ્લિમ મંદિરમાં નમાઝ અદા કરી શકે છે, તો કોઈ હિન્દુ ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ કેમ કરી શકતો નથી. આનો જવાબ આપવા ચારે યુવકોએ ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. જો કે પોલીસે આ અંગે હજી સુધી કંઈ પણ કહ્યું નથી, તપાસ હાથ ધરી છે.

પોલીસે ચારેય યુવકોની ઘરેથી ધરપકડ કરી

એસએસપી ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે હિન્દુવાદી સંગઠનોના સભ્ય હોવાનો દાવો કરનારા સૌરભ શર્મા, રાઘવ મિત્તલ, કાન્હા ઠાકુર અને કૃષ્ણા ઠાકુર મંગળવારે બરસાના રોડ પર આવેલ ઇદગાહ પહોંચ્યા હતા. ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. બાદમાં જય શ્રી રામના નારા લગાવતા ઇદગાહની બહાર નીકળ્યા હતા. ગોવર્ધન પોલીસ મથકે ચારેયની તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

મંદિરમાં નમાજ અદા કરનાર એક આરોપી કોરોના પોઝિટિવ

બીજી તરફ, નંદબાબા મંદિરમાં મનાજ અદા કરનાર ફૈઝલને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. અગાઉ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી, તેને હંગામી જેલમાં રાખવામાં આવશે.

29 ઓક્ટોબરે ફૈઝલ અને મોહમ્મદ ચાંદે નંદબાબા મંદિરમાં નમાઝ અદા કરી હતી.
(29 ઓક્ટોબરે ફૈઝલ અને મોહમ્મદ ચાંદે નંદબાબા મંદિરમાં નમાઝ અદા કરી હતી.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here