નવરાત્રિ : 29 સપ્ટેમ્બરે સર્વાર્થસિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગમાં દેવીની ઘટસ્થાપના થશે

0
44

ધર્મ ડેસ્કઃ રવિવાર, 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ વર્ષે નવરાત્રિ 9 દિવસની રહેશે. 29 તારીખે ઘટ સ્થાપના સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિમાં યોગમાં થશે. દેવી માતા હાથિ પર સવાર થઇને આવી રહી છે. આચાર્ય પં. રામચંદ્ર શર્મા વૈદિક પ્રમાણે નવરાત્રિના નવ દિવસમાં દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવ દિવસની નવ દેવીઓઃ-
એકમના દિવસે શૈલપુત્રી, બીજના દિવસે બ્રહ્મચારિણી, ત્રીજના ચંદ્રઘંટા, ચોથે કુષ્માંડા, પાંચમે સ્કંદમાતા, છઠ્ઠે કાત્યાયની, સાતમે કાલરાત્રિ, આઠમે મહાગૌરી અને નોમે સિદ્ધિદાત્રિની પૂજા કરવામાં કરવામાં છે. એકમ તિથિ એટલે 29 સપ્ટેમ્બરે ઘટસ્થાપના માટે બ્રહ્મ મુહૂર્ત શુભ માનવામાં આવે છે. 3 ઓક્ટોબરે લલિતા પંચમી, 6એ મહાષ્ઠમી અને 7 ઓક્ટોબરે મહાનવમીનો ઉત્સવ ઉજવવામાં આવશે. 2 થી 10 વર્ષની કન્યાઓનું પૂજન નવદુર્ગા સ્વરૂપમાં કરવાનું વર્ણન પુરાણોમાં મળી આવે છે. આઠમ અને નોમના દિવસે કુળદેવીની વિશેષ પૂજાનું વિધાન છે.

એક વર્ષમાં 4 વાર નવરાત્રિ આવે છેઃ-
પં. શર્મા પ્રમાણે ચૈત્ર, આસો, અષાઢ અને માહ મહિનામાં નવરાત્રિ આવે છે. તેમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિ વધારે મહત્વપૂર્ણ હોય છે. અન્ય બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિના નામે ઓળખાય છે. શારદીય નવરાત્રિની શરૂઆત 29 સપ્ટેમ્બર રવિવારે હસ્ત નક્ષત્ર, બ્રહ્મા યોગ, કન્યા રાશિના ચંદ્ર અને કન્યા રાશિના સૂર્યમાં રહેશે. કન્યા રાશિનો સ્વામી બુધ હોવાથી તે બધા માટે શુભ રહેશે.

નવરાત્રિમાં આ વિદ્યાઓની સાધના કરવામાં આવે છેઃ-
પં. શર્મા પ્રમાણે નવરાત્રિમાં સાત્વિક વિધિથી દસ મહાવિદ્યા, ભગવતી કાલી, તારા, પોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાની પણ આ નવરાત્રિમાં અર્ચના કરી શકો છો. થોડાં પંચાંગ પ્રમાણે દેવી આ વર્ષે હાથી પર સવાર થઇને આવશે અને ઘોડા પર વિદાય લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here