જમ્મુ-કાશ્મીરની વાદીઓમાં સુરતના ઉદ્યોગસાહસિકે કાપડ ઉદ્યોગ શરૂ કરવા કોર્પોરેટ ઓફિસ શરૂ કરી.

0
11

જમ્મુ-કાશ્મીરની વાદીઓમાં સુરતના ઉદ્યોગસાહસિકે કાપડ ઉદ્યોગ શરૂ કરવા કોર્પોરેટ ઓફિસ શરૂ કરી દેશના વિકાસમાં કાશ્મીરી લોકોને જોડવાની એક અનોખી પહેલ કરી છે. શ્રીનગરના દાલ લેક નજીક એમ્બ્રોઇડરી પાર્ક શરૂ કરવાના આયોજન સાથે કાશ્મીરીઓને હસ્તકલા મારફત વધુ આત્મનિર્ભર બનાવી શકાશે. કાશ્મીરના સ્થાનિક ઉદ્યોગસાહસિક હુસૈન મહંમદ સાથે ભાગીદારી કરી 80 ટકા કામ મશીન પર અને 20 ટકા કામ હેન્ડ વર્ક પર કરી દેવાશે અને દુનિયામાં કાશ્મીરી કપડાંની માગ વધુમાં વધુ પૂરી પાડી શકાય એ માટેનો આ એક નવતર પ્રયોગ છે. સૌથી મોટી વાત એ છે કે 370ની કલમ કાશ્મીરમાંથી દૂર કરાયા બાદ ત્યાં વેપાર કરવો અને એને કારણે સ્થાનિક કારીગરોને વધુમાં વધુ રોજગારી માટેના વિકલ્પો શક્ય બનશે.

વેકેશનમાં શ્રીનગર ફરવા જઈને તમામ તૈયારીઓ કરી હતી.
વેકેશનમાં શ્રીનગર ફરવા જઈને તમામ તૈયારીઓ કરી હતી.

 

કાશ્મીરના યુવકને જ ભાગીદાર બનાવ્યો

સુભાષ ડાવર (સુરત કાપડ ઉદ્યોગકાર)એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેઓ ફેબ્રિક્સ કંપનીના માધ્યમથી કાશ્મીરના કાપડના વેપારીઓ સાથે સંકળાયેલા છે, તેઓ તાજેતરમાં દિવાળીની રજાઓમાં શ્રીનગરની મુલાકાત ગયા હતા, જ્યાં તેઓ સ્થાનિક વેપારીઓ સાથે મળીને એમ્બ્રોઈડરી મશીનરી કંપનીની કોર્પોરેટ ઓફિસ ખોલી છે, જ્યાં તેમના આ સાહસમાં હુસૈન મોહંમદ નામની વ્યક્તિ મારા ભાગીદાર બની છે. હવે તેઓ સ્થાનિક કાપડના કારીગરોને એમ્બ્રોઈડરી મશીન પર ટેક્નિક મૂલ્યવર્ધક કાર્ય તેમજ હસ્તકલા દ્વારા વધુ આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરશે.

કાશ્મીરમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરી હતી.
કાશ્મીરમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરી હતી.

 

દિવાળી પર જ કાશ્મીરમાં એમ્બ્રોઇડરી વર્કને સ્થાન મળે એ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી હતી

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370થી હટાવી એસેમ્બ્લી અને કેન્દ્ર શાસિત પ્રદેશનો જમ્મુ-કાશ્મીર પુનઃસંગઠન અધિનિયમ 2019 બનાવ્યો હતો. એ સમયે એ જ દિવસથી તેમણે કાશ્મીરમાં જમીન ખરીદી ઉદ્યોગ સ્થાપવાનાં સ્વપ્ન જોયાં હતાં. ત્યાર બાદ કાશ્મીરમાં જમીન ખરીદવાની અને ઉદ્યોગ સ્થાપવાની મંજૂરી વિશેની માહિતી મેળવવાના પ્રયાસમાં પડ્યા હતા. તેમણે ત્યાં ફેબ્રિક વેપારીઓ સાથે વાતચીત કરી અને દિવાળીના દિવસે કાપડ ઉદ્યોગમાં એમ્બ્રોઇડરી વર્કને સ્થાન મળે એ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.

કાશ્મીરી મહિલાઓ પાસેથી હેન્ડવર્કની માહિતી મેળવી હતી.
કાશ્મીરી મહિલાઓ પાસેથી હેન્ડવર્કની માહિતી મેળવી હતી.

 

કાશ્મીરી હસ્તકલાની ઓળખ પણ જાળવી શકાશે

તેમણે આગળ કહ્યું હતું કે કાશ્મીરનો હસ્તકલા ઉદ્યોગ એકદમ પ્રખ્યાત છે અને દેશ-દુનિયામાં પોચુ, શાલ, કુર્તી, કાર્પેટ વગેરે વસ્તુઓની ભારે માગ છે. આ ઉદ્યોગ ત્યાંના મોટા ભાગનાં ઘરોમાં સ્થાપિત થયેલો છે અને પુરુષો-સ્ત્રીઓ આરી વર્ક તથા ચાંદીના બ્રોકેડનું કામ કરે છે. એમ્બ્રોઇડરીના સિક્વન્સ મશીન અને કોર્ડિંગ મશીન પર સમાન કાર્ય પૂર્ણ કરવાના ડેમો ત્યાંના કારીગરો અને વેપારીઓને બતાવવામાં આવ્યા હતા, જેથી તેઓ ટૂંકા સમયમાં જ ઓવરપ્રોડક્શનનું ગણિત સમજી ગયા છે. હવે એવું આયોજન કરવામાં આવ્યું છે કે મશીનરીનું 80 ટકા કામ અને 20 ટકા હેન્ડવર્ક ટેક્સટાઇલ ઉત્પાદનો પર હશે, જેથી કાશ્મીરી હસ્તકલાની ઓળખ પણ જાળવી શકાય.