ચીખલી :  ફેસબુક પ્રેમીના વચનમાં જીવન બરબાદ કરનાર સાદડવેલ ગામની મહિલા ન્યાય માટે ગૃહ મંત્રાલય ના દ્વાર ખખડાવવાની તજવીજમાં.

0
571
ચીખલી તાલુકાના સાદડવેલ ગામની એક  પરણિત મહિલાએ ફેસબુક પર પ્રેમીની વાતમાં આવી પતિ-બાળકોને છોડ્યા તો લગ્નનું વચન આપનાર ચીખલી તાલુકાના એક ગામનો પ્રેમી એ પણ હાથ અઘ્ધર કરી દેતા પોલીસ મથકે અરજી કરી ન્યાય માટે ચક્કર કાપી રહી હતી પરંતુ ત્યાં પણ તેને ન્યાય નહિ મળતા ઉચ્ચસ્તરે રજુઆત કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ  ચીખલી તાલુકાના સાદડવેલ  ગામની આદિવાસી  યુવતીના લગ્ન સુરત ખાતે થયા હતા ત્યારબાદ પાંચ વર્ષ પહેલાં આ પરણિત યુવતીને તાલુકાના જ નજીકના જ  ગામના એક યુવક કે જે વિદેશમાં નોકરી કરતો હતો  તેની જોડે ફેસબુક પર મિત્રતા થઈ હતી અને એ મિત્રતા પ્રેમમાં પરીણમી હતી.ત્યારબાદ આ પ્રેમપ્રકરણમાં વળાંક આવતા આ આદિવાસી  મહિલા પિયરના ગામમાં રહેવા આવી ગઈ હતી.ફેસબુક પ્રેમીએ આ પરિણિત મહિલાને છુંટાછેડા લેશે તો તેની જોડે લગ્ન કરી લેશે તે વચન આપ્યું હતું જેમાં વિશ્વાસ માં આવી આ  પરિણિત મહિલાએ તેના બે બાળકો અને તેના પતિને છોડીને છુટાછેડા લઈ લીધા હતા.આ મહિલા ફેસબુક પર થયેલ મિત્રતામાં પોતાનો સુખી લગ્ન જીવન તૂટી ગયું હોવાની કબૂલાત કરે છે.સાથે આદિવાસી મહિલાએ એવું પણ જણાવ્યું કે મારી સાથે વારંવાર શારીરિક સંબંધ માળીને પોતાની ભૂખ સ્ટોસાઈ જતા તરસોળી મૂકી છે અને ફોન પર મારી લાખવની ધમકી આપી રહ્યો છે જેને પગલે ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશન ના ચકકરો કાપી હતાશ થયેલ આ મહિલા ગૃહ મંત્રાલય ના દ્વાર ખખડાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here