પ્રાંતિજ માં બ્રહ્માણી માતા ના જન્મ દિવસ ની કેક કાપી ઉજવણી કરવામાં આવી .

0
53

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકા માં પણ નવલી નવરાત્રી નો રંગ જામ્યો છે ત્યારે પ્રાંતિજ ખાતે આવેલ સુપ્રસિધ્ધ બ્રહ્માણી માતા ના મંદિર ખાતે બ્રહ્માણી યુવક મંડળ દ્વારા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ કેક કાપી માં ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ .

 

દર વર્ષે માં બ્રહ્માણી માતા ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે  .

સમાજ ના પ્રમુખ દ્વારા કેક કાપવામાં આવી  .

 

 

પ્રથમ બે નોરતે મેઘરાજા વિધ્ન બનતા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકા નવરાત્રી ના પ્રથમ બે નોરતા  માં વરસાદ વિધ્ન બનતા બે નોરતા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું તો મેઘરાજા એ ત્રીજા નોરતે ખમૈયા કરતાં ત્રીજા નોરતા થી ગરબા રસિકો ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં તો ખૈલયા ઓ એક મીનીટ પણ વેસ્ટ કરવા માંગતા ના હોય તેમ ગરબે ઘુમતા નજરે પડ્યા હતાં.

 

તો પ્રાંતિજ માં  શ્રી બ્રહ્માણી માતા ના મંદિર ખાતે બ્રહ્માણી યુવક મંડળ દ્વારા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ પાંચ માં નોરતે માં બ્રહ્માણી માતા ની જન્મ દિવસ ની ઉજવણી કેક કાપી ને કરવામાં આવી હતી તો પટેલ સમાજ ના પ્રમુખ અમરતભાઈ રણછોડ ભાઇ પટેલ અને મલ્ટી પર્પજ સોસાયટી ચેરમેન અમરતભાઈ ગણપત ભાઇ પટેલ દ્વારા કેક કાપવામાં આવી હતી તો ઉપસ્થિત બાળકો સહિત મંદિરે આવતા દર્શનનાથીઓ ને કેક નો પ્રસાદ આપવામાં આવ્યો હતો તો શ્રી બ્રહ્માણી માતા ના જન્મ દિવસે હજારો ની સંખ્યા માં માઇભકતો તથા પટેલ સમાજ તથા પ્રાંતિજ તથા તાલુકા માથી માઇભકતોએ માં ના દર્શન કરી કેક નો પ્રસાદ લઇને ધન્યતા અનુભવી હતી .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here