Friday, March 29, 2024
Homeપંજાબ નગર નિગમની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો ડંકો વાગ્યો, સન્ની દેઓલના સંસદીય...
Array

પંજાબ નગર નિગમની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો ડંકો વાગ્યો, સન્ની દેઓલના સંસદીય વિસ્તારમાં પણ ભાજપનો સફાયો

- Advertisement -

પંજાબ નગર નિગમની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો ડંકો વાગ્યો છે. બુધવારે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં નગર નિગમ અને નગર પંચાયતોમાં કોંગ્રેસ પાર્ટીને જીત જોવા મળી છે. કોંગ્રેસ પાર્ટીએ અહીં બાટલા, ભટિંડા, મોગા, કપૂરથલા, પઠાણકોટ નગર નિગમમાં જીત મેળવી દીધી છે. નગર નિગમ સિવાય કોંગ્રેસને અત્યાર સુધી 98 મ્યુનિસિપલ કાઉન્સિલમાં પણ જીત મળી છે. આ નગર નિગમ ચૂંટણીના પરિણામો એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણકે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનની શરૂઆત પંજાબથી થઈ છે.

કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહ બાદલે પણ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ભટિંડામાં કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે. આવું અંદાજે 53 વર્ષ પછી થયું છે

કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહ બાદલે પણ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ભટિંડામાં કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે. આવું અંદાજે 53 વર્ષ પછી થયું છે

સન્ની દેઓલના વિસ્તારમાં પણ ભાજપના સુપડાં સાફ

અત્યાર સુધી આવેલા ચૂંટણી પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસે 200થી વધારે વોર્ડ સીટ પર જીત મેળવી લીધી છે અને ઘણી સીટ પરથી આગળ ચાલી રહી છે. જ્યારે સન્ની દેઓલના સંસદીય વિસ્તારમાં પણ ભાજપનો સફાયો થઈ ગયો છે. સન્ની દેઓલના સંસદીય વિસ્તાર ગુરુદાસપુરથી કોંગ્રેસે સ્ટ્રાઈક કરી દીધી છે. ગુરુદાસપુરની દરેક 29 સીટ પર ભાજપના સુપડાં સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, અહીં ખેડૂત આંદોલન દરમિયાન સન્ની દેઓલનો પણ ખૂબ વિરોધ થયો હતો. જ્યારે 26 જાન્યુઆરીએ હિંસાના મુખ્ય આરોપીમાંથી એક દિપ સિદ્ધુ સાથેની તેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીર વાયરલ થયા પછી સન્ની દેઓલે ખુલાસો કરવો પડ્યો હતો કે, દીપ સાથે તેના કોઈ પારિવારિક સંબંધો નથી.

જીત બાદ કોંગ્રેસ કાર્યકરોએ ઉજવણી કરી હતી

જીત બાદ કોંગ્રેસ કાર્યકરોએ ઉજવણી કરી હતી

નગર નિગમની ચૂંટણીમાં ખેડૂત આંદોલનની અસર

નોંધનીય છે કે આ વખતે નગર નિગમની ચૂંટણીમાં ખેડૂત આંદોલન છવાયેલું રહ્યું હતું. કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ પંજાબથી જ શરૂ થયો હતો. અહીં અકાલી દળ અને ભાજપનો પણ ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં 14 ફેબ્રુઆરીએ નગર નિગમની ચૂંટણી થઈ હતી. તેમાં અંદાજે 71 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં 9222 ઉમેદવારો હતા.

રાજ્યમાં સૌથી વધારે ઉમેદવારો અપક્ષના હતા. જ્યારે રાજકીય પક્ષોમાં સૌથી વધારે ઉમેદવારો કોંગ્રેસના 2037 હતા. જ્યારે અહીં બીજેપીએ માત્ર 1003 ઉમેદવારો જ મેદાનમાં ઉતાર્યા હતા. પંજાબમાં વર્ષ 2022માં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેથી આ સંજોગોમાં નગર નિગમના પરિણામો ખૂબ મહત્વના માનવામાં આવે છે.

અત્યાર સુધીના જે પરિણામો સામે આવ્યા છે તેની સ્થિતિ આ પ્રમાણેની છે

બાટલા નગર નિગમ: કોંગ્રેસ 35, અકાલી દળ 6, બીડેપી 4, આપ 3, અપક્ષ 1

મોગા નગર નિગમ: કોંગ્રેસ 20, અકાલી દળ 15, બીજેપી 1, આપ 4, અપક્ષ 10

કપૂરથલા નગર નિગમ: કોંગ્રેસ 43, અકાલી દળ 3, અપક્ષ 2

પઠાણકોટ નગર નિગમ: કોંગ્રેસ 37, અકાલી દળ 1, બીજેપી 11, અપક્ષ 1

અબોહર નગર નગિમ: કોંગ્રેસ 49, અકાલી દળ 1

ભટિંડામાં કોંગ્રેસની જીત

કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહ બાદલે પણ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ભટિંડામાં કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે. આવું અંદાજે 53 વર્ષ પછી થયું છે કે જ્યારે ભટિંડામાં કોંગ્રેસ પાર્ટીનો મેયર બનશે. આ પહેલાં ભટિંડા નગર નિગમમાં શિરોમણી અકાળી દળનો કબજો હતો.

કૃષિ કાયદા માટે મોદી સરકાર સંબંધ તોડ્યા પછી પણ પોતાનો ગઢ ન બચાવી શક્યા હરસિમરત કૌર

કૃષિ કાયદા માટે મોદી સરકાર સાથે સંબંથ તોડનાર હરસિમરત કૌર પણ તેમનો ગઢ બચાવી શક્યા નથી. ભટિંડા નગર નિગમ ચૂંટણીમાં 50 સીટોના પરિણામ આવી ગયા છે. જેમાંથી 43 સીટ પર કોંગ્રેસને જીત મળી છે.અહીં સાત સીટો પર જ અકાલી દળની જીત થઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તેમનું ખાતું ખોલી જ નથી શકી. આ સિવાય વોર્ડ નંબર-1થી નાણા મંત્રી મનપ્રીત સિંહ બાદલના ખાસ કોંગ્રેસ નેતા ટહલ સિંહ સંધૂની પત્ની મનદીપ કૌરને 25 વોટથી હરાવીને અકાળી દળના ઉમેદવાર અમનદીપ કૌર વીજેતા બન્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular