અમદાવાદ : ​​​​​​​ઝઘડામાં પતિએ પત્નીના કપડાં કાઢી શરીરના પગના ભાગે ગરમ પાણી નાખી દીધું, ચામડી બળી ગઈ

0
5

ગોમતીપુર વિસ્તારમાં ફોન પર પિતા સાથે વાત કરતી પત્ની સાથે પતિએ ઝઘડો કર્યો હતો. બાદમાં પાછળથી આવી પતિએ પત્નીની જાંઘ અને થાપા પર ગરમ પાણી નાખી દીધું હતું. જેથી તેની ચામડી બળી ગઈ હતી. પત્નીએ પતિ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગોમતીપુરમાં રાજપુર ટોલનાકા જૈન દેરાસર પાસે મુમતાઝ (નામ બદલ્યું છે) પોતાના પરિવાર સાથે રહે છે. મુમતાઝ ફોન પર પિતાની સાથે વાત કરતી હતી ત્યારે તેનો પતિ આવ્યો હતો અને તું કોની સાથે વાત કરે છે તેમ પૂછ્યું હતું મુમતાઝે હું મારા પિતા સાથે ફોન પર વાત કરું છું કહ્યું હતું. જેથી તેણે ગાળાગાળી કરી હતી. તેમની દીકરી અને વહુએ પણ ગાળો બોલવાની ના પાડી સમજાવ્યા હતા. મુમતાઝ જ્યારે માથાના વાળ ત્યારે નાહવા માટે બાથરૂમમાં ગરમ પાણીની ડોલ મૂકી હતી જે ડોલ લઇને પતિ આવ્યો હતો અને પાયજામો ઉતારી જાંઘ અને થાપાના ભાગે ગરમ પાણી છાંટી દીધી હતી. દરમ્યાનમાં દીકરી અને વહુ આવી જતા ડોલ ખેંચી લીધી હતી. ગરમ પાણી પડવાના કારણે તેઓની ચામડી બળી ગઈ હતી. તેઓની સારવાર કરવામાં આવી હતી. આ મામલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here