સીઝફાયર તોડવાનો જવાબ : શાહપુર સેક્ટરમાં તહેનાત ભારતીય સેનાએ પાકિસ્તાનની પોસ્ટ પર ગોળીઓ વરસાવી; 2 પાક.જવાન ઠાર અને બંકર પણ ધ્વસ્ત

0
5

જમ્મુ કાશ્મીર. લાઇન ઓફ કન્ટ્રોલ પર લગાતાર સીઝફાયર તોડવા પર ભારતે પાકિસ્તાનને આક્રમક જવાબ આપ્યો છે. ભારતની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઠાર થયા હતા. ગુરૂવાર સવારથી જ પાકિસ્તાન લગાતાર પુંછ જિલ્લાના શાહપુર અને કિરની સેક્ટરમાં ફાયરિંગ કરી રહ્યું હતું.

આર્મીના પ્રવક્તાએ કહ્યું કે ભારતે પાકિસ્તાનના રાખ ચિકરી એરિયાની પોસ્ટને નિશાન બનાવી હતી. વળતી કાર્યવાહીમાં 10 બલોચ રેજિમેન્ટના બે સૈનિક ઠાર થયા હતા અને ઘણા ઘાયલ થઇ ગયા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઘણા બન્કર પણ તબાહ થઇ ગયા હતા.

પાકિસ્તાન તરફથી સવારથી ફાયરિંગ ચાલુ

આ પહેલા રક્ષા મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાન ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યાથી પુંછ જિલ્લાના શાહપુર, કાસ્બા અને કિરની સેક્ટરમાં ફાયરિંગ કરી રહ્યું હતું. ભારતીય સૈનિકો પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ગુરૂવારે સાંજે આર્મીના પ્રવક્તાએ જણાવ્યું કે વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિકો ઠાર થયા છે. પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ત્યાં ભારતના ઉચ્ચાયોગમાં વિરોધ નોંધાવવાની કાર્યવાહી કરી રહ્યું છે.