Home વિશ્વ તાઈવાન-ચીન વચ્ચે તણાવ ચરમસીમા પર : રિપોર્ટ્સમાં દાવો- સાઉથ ચાઈના-સીમાં તાઈવાને ચીનના...

તાઈવાન-ચીન વચ્ચે તણાવ ચરમસીમા પર : રિપોર્ટ્સમાં દાવો- સાઉથ ચાઈના-સીમાં તાઈવાને ચીનના સુખોઈ ફાઈટર જેટને તોડી પાડ્યું, ચીનના જંગી વિમાન તેની હવાઈ સીમામાં ઘુસ્યા હતા

0
5

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તાઈવાને તેની હવાઈ સીમામાં ઘુસણખોરી કરનારા ચીનના સુખોઈ એરક્રાફ્ટને તોડી પાડ્યું છે. ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું પરંતુ તેનો પાયલટ સુરક્ષિત છે. ક્રેશ થયેલા એરક્રાફ્ટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જો કે, કોઈએ પણ પક્ષે તેને પુષ્ટી કરી નથી.

ચીને ગત મહિનામાં ઘણી વખત તાઈવાનની જળ અને વાયુ સીમાનું ઉલ્લંઘન કરીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે પણ ચીનનું એક ફાઈટર જેટ તાઈવાનની હવાઈ સીમમાં ઘુસ્યું હતું.

અમેરિકન મિસાઈલનો ઉપયોગ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તાઈવાને ચીનના સુખોઈ વિમાનને તોડી પાડવા માટે અમેરિકન મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જો કે, આ કઈ મિસાઈલ છે, તેનો ઘટસ્ફોટ હાલ થઈ શક્યો નથી. આ ઘટના પછી ચીન અને તાઈવાનમાં તણાવ વધવાની આશંકા છે. દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા પણ પુરી તૈયારી સાથે ખડેપગે છે. તેનું નિમિત્જ વોરશિપ અહીંયા હાજર છે. અહીંયા 120 ફાઈટર જેટ્સ હાજર છે.

અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે દક્ષિણ ચીન સાગરમાં ચીનની ધમકીઓ કામે નહીં લાગે. અમેરિકા ક્ષેત્રના તમામ નાના દેશો સાથે ઊભો છે અને ચીનને જવાબ આપવામાં આવશે.

ચાર દિવસ પહેલા અમેરિકાએ મહત્વનું પગલું ભર્યું હતું

CNNના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ રવિવારે તેની ગાઈડેડ મિસાઈલ ડેસ્ટ્રોયર તાઈવાન સ્ટ્રેટમાં તહેનાત કરી હતી. ખાસ વાત તો એ છે કે અમેરિકાએ બે સપ્તાહમાં બીજી વખત કોઈ ડેસ્ટ્રોયરને સાઉથ ચાઈના સીમાં મોકલ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાના આ પગલાથી સ્પષ્ટ થઈ જાય છે કે તે તાઈવાનની દરેક શક્ય મદદ કરવા માટે તૈયાર છે. અમેરિકન NSAએ ગત સપ્તાહે સ્પષ્ટ કરી દીધું હતું કે, તાઈવાન પર કોઈ હુમલો થશે તો અમેરિકા ચુપ નહીં બેસે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App