અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાંથી બાજી જતી દેખાતા બરાબરના ‘ભૂરાયા’ થયા

0
13

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ હવે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી વાદળી રંગમાં રંગાતી દેખાય રહી છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડેન તેમની જીતને લઇ આશ્વસ્ત દેખાઇ રહ્યા છે, તો હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિંહાસન જતું જોઇને કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યા છે. ટ્રમ્પની પ્રચાર ટીમના સભ્યો હવે કોર્ટને અપીલ કરી રહ્યા છે કે બાકીના રાજ્યોમાં મતગણતરી રોકી દેવામાં આવે.

જ્યોર્જિયા માં ટ્રમ્પની ટીમે આરોપ લગાવ્યો કે મોડા આવનારા 53 મતદાતાઓને પણ મત આપવા દેવામાં આવ્યો. તેમણે દાવો કર્યો કે ચૂંટણી અધિકારી ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન આપી રહ્યા હતા. આની પહેલાં મતગણતરીની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ ચૂંટણી જીતી રહ્યા છે. ટ્રમ્પનો આ દાવો ખોખલો નીકળ્યો અને હવે આ ખુરશી બચાવા માટે કાયદાકીય લડાઇ લડવાની તૈયારી કરી રહ્યા છે. બીજીબાજુ બાઇડેનની લીગલ ટીમે કહ્યું છે કે તેઓ કોર્ટમાં ટ્રમ્પની ટીમનો સામનો કરવા માટે તૈયાર છે.

જીતની નજીક પહોંચેલા બાઇડેને એ દેખાડ્યું ‘મોટું દિલ’

ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ મતોની દ્રષ્ટિથી ખૂબ જ અગત્યના વિસ્કોન્સિન, પેન્સિલ્વેનિયા અને મિશિગનના મતદાન પરિણામોને પડકાર આપી રહ્યા છે. બાઇડેન વિસ્કોન્સિન અને મિશિગનમાં ચૂંટણી જીતી લીધી છે. આથી તેમના કુલ ચૂંટણી પ્રતિનિધિઓની સંખ્યા 264 પર પહોંચી ગઇ છે. બાઇડેન હવે રાષ્ટ્રપતિ બનવાના 270ના જાદુઇ આંકડાથી 6 કદમ જ દૂર છે. 2016માં મિશિગન ટ્રમ્પના ખાતામાં રહ્યું હતું. બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પ વિસ્કોન્સિનમાં બાઇડેનની જીતથી સંતુષ્ટ નથી.

ટ્રમ્પના કેમ્પેઇન મેનેજર બિલ સ્ટેપીને કહ્યું, “વિસ્કોન્સિનના ઘણા વિસ્તારોમાં મત ગણતરીમાં ગડબડીના સમાચાર સામે આવ્યા છે, આથી પરિણામો પર પ્રશ્ન ઉભો થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરીથી મતની ગણતરીની અપીલ કરવા માંગે છે. જીતની નજીક પહોંચેલા જો બાઇડેન એ પ્રતિક્રિયા આપી. બધાને સાથે લઇને ચાલવાનો સંદેશ. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “આગળ વધવા માટે તમારે તમારા હરીફોને દુશ્મન તરીકે લેવાની માનસિકતા છોડી દેવી પડશે. આપણે દુશ્મનો નથી. ‘

ચૂંટણી જીતવાની સાથે જ બાઇડેન રેકોર્ડ બનાવશે

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતો મેળવનારા જો બાઇડેન ઉમેદવાર હશે. આ ચૂંટણીમાં બાઇડેનને 7 કરોડથી વધુ મત મળ્યા છે. અગાઉ, આ રેકોર્ડ બરાક ઓબામાના નામે હતો, જેમને 2008 ની ચૂંટણીમાં 6 કરોડ 94 લાખ મતો મળ્યા હતા. જોકે ઘણા મહત્વના રાજ્યોના પરિણામો આવવાના બાકી છે. નેવાડા અને પેન્સિલવેનિયા જેવા કેટલાક રાજ્યોમાં હજી મતગણતરી ચાલી રહી છે અને અહીંનાં પરિણામો બાઇડેન અને ટ્રમ્પ બંને માટે નિર્ણાયક સાબિત થશે. અમેરિકાને આ વર્ષે એટલા બધા મત પડ્યા છે કે 120 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. કુલ 66.9 ટકા લોકોએ પોતોના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

અત્યારે અમેરિકાના આ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે

દરમ્યાન આ કાયદાકીય સટ્ટાબાજીની વચ્ચે અમેરિકાના 9 રાજ્યોમાં હજી મત ગણતરી ચાલુ છે. તેમાં ઘણા મહત્વપૂર્ણ રાજ્યો સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રાજ્યોમાં મતગણતરી સમાપ્ત થવા માટે હજી ઘણા દિવસોનો સમય લાગી શકે છે. જે રાજ્યો હજી પણ મત ગણતરી ચાલી રહી છે તેમાં અલાસ્કા, એરિઝોના, જ્યોર્જિયા, મૈને, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, વિસ્કોન્સિન અને પેન્સિલવેનિયા સામેલ છે. જો કે આમાંના ઘણાં રાજ્યોમાં બાઇડેન નિર્ણાયક વલણ બનાવી ચૂકયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here