સાબરકાંઠા ના ઉપરવાળા વિસ્તારમા વરસાદ વધારે પડતા મેશ્વો નદીમા પાણી આવ્યા

0
44

દહેગામ તાલુકામા ગયા વર્ષે કરતા આ વર્ષે સારો વરસાદ થતા મેશ્વો નદીમા પુર આવ્યા અને મેશ્વો નદીમા પાણીના નીર જોવા માટે લોકો ઉમટી પડ્યા.

 

 

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા ગયા વર્ષમા વરસાદનુ પ્રમાણ ઓછુ નોધાયુ હતુ તેમા છતા તાલુકો અસરગ્રસ્ત તાલુકો જાહેર કરવામા આવ્યો ન હતો. અને આ  વર્ષના ચોમાસાની સીઝનના બીજા તબક્કામા છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ચાલુ થતા બહિયલ વિસ્તારમા વધુ વરસાદ થવા પામ્યો છે જ્યારે સાબરકાંઠા વિસ્તારમા વરસાદ પડતા દહેગામ તાલુકાની મેશ્વો નદીમા પુર આવ્યુ છે અને આ મેશ્વો નદીમા પુર આવતા લોકો પુરને જોવા માટે ઉમટી પડ્યા હતા. અને મેશ્વો નદીમા પુર આવતા આ નદીમા નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાવા પામ્યા છે. આમ દહેગામ તાલુકાની મેશ્વો અને ખારી નદીમા પણ પાણી આવતા લોકોમા ખુબ જ ખુશી વ્યાપી જવા પામી છે.

 

  • સાબરકાંઠાના ઉપરવાળા વિસ્તારમા વરસાદ વધારે પડતા મેશ્વો નદીમા પાણી આવ્યા
  • મેશ્વો નદીમા પાણી આવતા લોકોમા વ્યાપેલી ભારે ખુશી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here