હળવદ ગામે દશામાની મુર્તિ લઈ અનેરો ઉત્સાહ.

0
149
દશામાનું વ્રત પરંપરાગત કેલેન્ડર માં પ્રથમ સાવણના દિવસ થી મનાવામાં આવે છે. જેને લઈને હળવદ ની બજાર માં ભક્તો મૂર્તિ ખરીદવામાટે નો ધસારો જેવા મળ્યો છે.
દશામાં વ્રતની દેવી દશામાં ને સમર્પિત છે.અને પરંપરાગત કેલેન્ડર પ્રમાણે અષાદ વદ અમાસ થી દશામાંના વ્રત ચાલુ થતા હોઈ ત્યારે હળવદ વિસ્તારોમાં લોકો વર્ત પૂર્વ દિશામાં ની મૂર્તિ, પ્રસાદ, શણગાર લેવા લોકો માં ધસારો જોવા મળ્યો હતો. દશ દિવસ સુધી દશામાં ની મૂર્તિ ની વિધિવિધાન સાથે સ્થાપનાકરી અવનવા વસ્ત્રો અલંકારો થી શણગાર થી સજ્જ કરી દશદિવશના ઉપવાસ કરી પૂજા અર્ચના અને આરતી કરી ઘરને પવિત્ર વાતાવરણ રાખી શ્રધ્ધાભક્તિ ભાવપૂર્વક માતાજીના ગુણગાન ગઇ માતાજીનું વ્રત કરશે.તે દશ દિવસ ના ધાર્મિક ઉત્સવને દશામાં નોરતા તરીકે ઓળખવામાં આવે છે.
હળવદના મેન રોડપર આવેલા દશામાં ના મંદિરે સવારે ધ્વજા ચડશે અને દશદિવસ સુધી મહાઆરતી નો ભગતોનો ધસારો જવા મળશે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here