કોરોના દુનિયામાં : જર્મનીમાં પરિસ્થિતિ ખરાબ, ફરીથી 14 દિવસના કડક લોકડાઉનની તૈયારી

0
7

જર્મનીમાંકોરોનાના કારણે પરિસ્થિતી વધુ ખરાબ બની રહી છે. અહીં ફરીથી 14 દિવસનું કડક લોકડાઉન લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જર્મનીના આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહે જણાવ્યું હતું કે કોરોનાને કાબૂમાં લેવા માટે દેશમાં 10 થી 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. અમે તેના પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ. ગયા વર્ષે પણ આ જ સમયે, અમે દેશવાસીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. આ વખતે પણ આવી જ પરિસ્થિતિ બની રહી છે.

આ દરમિયાન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના ચીફ ઓફ સ્ટાફે પણ દેશના કોરોનાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હેલ્ગ બ્રોને કહ્યું કે અમે આ સમયે સૌથી જોખમી તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. અમારે આગામી થોડા અઠવાડિયામાં કોરોના પર કાબૂ મેળવવો પડશે.

નવી સ્ટ્રેન નવા પડકારો ઉભા કરશે

બ્રોને વધુમાં કહ્યું, ‘આગામી થોડા અઠવાડિયા નક્કી કરવામાં આવશે કે અમે આ મહામારી પર કાબૂ મેળવી શકીશું કે નહીં?” જો સંક્રમણ આ જ રીતે સતત વધતું રહ્યું, તો કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ પણ વધશે અને કદાચ તેથી વેક્સિનની જરૂર પર અસર થશે. જો તેમ થાય, તો અમને નવી વેક્સિનની જરૂર પડશે અને અમારે ફરીથી વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવો પડશે.’

ફોટો જર્મનીના હનોવર એરપોર્ટનો છે. જર્મન સરકારે દેશમાં આવતા તમામ મુસાફરો માટે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે.

ફોટો જર્મનીના હનોવર એરપોર્ટનો છે. જર્મન સરકારે દેશમાં આવતા તમામ મુસાફરો માટે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે.

બ્રાઝિલમાં પરિસ્થિતિ ખરાબ

બ્રાઝિલમાં દિવસેને દિવસે પરિસ્થિતી વધુ ખરાબ થતી જાય છે. અહીં ગત દિવસે કોરોનાના 83,039 કેસ નોંધાયા હતા અને 3368 લોકોના મૃત્યુ થયા. આ સતત બીજો દિવસ છે જ્યારે અહીં 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા શનિવારે 3600 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બ્રાઝિલ વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ છે. અમેરિકા પ્રથમ છે અને ભારત ત્રીજા નંબરે છે.

આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં ઈટલી

ઇટલી સરકાર તે આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે જેમણે કોરોના વિરુદ્ધ વેક્સિનેશનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. વડાપ્રધાન મારિયો ડ્રાઘીએ કહ્યું કે અમે નથી ઇચ્છતા કે જે કર્મચારીઓએ વેક્સિન લીધી નથી તેઓ બીમાર લોકોના સંપર્કમાં આવે. આવી સ્થિતિમાં જે આરોગ્ય કર્મચારીઓએ વેક્સિન લેવાની ના પાડી છે, તેઓએ વેક્સિન લેવી પડશે, નહીં તો તે લોકોની સામે કડક કાર્યવાહી કરવા મજબૂર બનીશું.

ફોટો સ્પેનનો છે. અહીં લોકડાઉનની સ્થિતિ જોવા માટે પોલીસ રાત્રે પેટ્રોલીંગ કરી રહી. સ્પેન સરકારે બહારથી આવતા પ્રવાસીઓને લોકડાઉનમાંથી મુક્તિ આપી છે.

ફોટો સ્પેનનો છે. અહીં લોકડાઉનની સ્થિતિ જોવા માટે પોલીસ રાત્રે પેટ્રોલીંગ કરી રહી. સ્પેન સરકારે બહારથી આવતા પ્રવાસીઓને લોકડાઉનમાંથી મુક્તિ આપી છે.

દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 5.50 લાખથી વધુ કેસ

છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 5.70 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 9 હજારથી વધુ લોકોના મૃત્યુ પણ થયા હતા. વિશ્વમાં અત્યાર સુધીમાં 12.72 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 10.25 કરોડ લોકો સાજા થયા છે અને 27.88 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.19 કરોડ દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડા Worldometers.info/coronavirus અનુસાર છે.

ટોપ-10 દેશ જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 30,917,142 562,013 23,348,510
બ્રાઝિલ 12,490,362 310,694 10,879,627
ભારત 11,971,624 161,586 11,323,762
રશિયા 4,510,744 97,404 4,130,498
ફ્રાન્સ 4,508,575 94,465 289,350
યૂકે 4,329,180 126,573 3,787,312
ઈટલી 3,512,453 107,636 2,832,939
સ્પેન 3,255,324 75,010 3,016,247
તુર્કી 3,179,115 30,923 2,939,929
જર્મની 2,772,694 76,404 2,484,600

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here