કોરોના વિશ્વમાં : કોરોનાના નવા વેરિઅન્ટે લોકોની ચિંતા વધારી દીધી

0
0

વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. રશિયા, બ્રિટન સહિત ઘણા અન્ય દેશોમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યાં છે. રશિયામાં તો કોરોનાના નવા કેસે સરકાર સમક્ષ નવો પડકાર ફેંક્યો છે. તેના પગલે રાષ્ટ્રપતિ પુતિન ફરીથી રસીકરણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે.

રશિયામાં છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા
રશિયામાં છેલ્લા 24 કલાકમાં 17378 નવા કેસ નોંધાયા અને 440 લોકોના મૃત્યુ થયા છે. સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા પુતિને કહ્યું કે કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. બ્લૂમબર્ગ વેક્સિનેશન ટ્રેકર મુજબ વિશ્વને વેક્સિન સપ્લાઈ કરી રહેલા રશિયામાં અત્યાર સુધીમાં 3 કરોડ લોકોને રસી લાગી ચુકી છે, જે કુલ વસ્તીના 11.2 ટકા જ છે. તેમાં પણ 12.3 લોકોને પ્રથમ ડોઝ અને 10.2 ટકા લોકોને બંને ડોઝ લાગી ચૂક્યા છે.

બ્રિટનમાં વેક્સિન માટે મુશ્કેલીઓ
ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાઝેનેકા વેક્સિનની અછતને કારણે, યુકેમાં ગયા અઠવાડિયે ફક્ત 4.5 લાખ વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે વેક્સિનેશન ઝડપી હતું, ત્યારે એક અઠવાડિયામાં 12 લાખ વેક્સિન આપવામાં આવી રહી હતી. યુકેમાં 18 જૂન સુધી અત્યાર સુધીમાં 7.3 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 4.2 કરોડ વસ્તીને પ્રથમ અને 3.11 કરોડ (46.6%) બંને ડોઝ અપાયા છે.

અપડેટ્સ

  • બ્રિટનમાં મોટા પ્રમાણમાં વેક્સિનેશન માટે લંડન ક્લબ ચેલ્સિયા અને ટોટેનહમ ફૂટબોલ સ્ટેડિયમમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ મુજબ, યુવા જનસંખ્યામાં ડેલ્ટા વેરિયન્ટના કેસ એક સપ્તાહમાં 79% વધ્યા છે.
  • આ દિવસોમાં અમેરિકાના બધા પુખ્ત વયના લોકો કોવિડ વેક્સિન માટે પાત્ર બન્યા છે. આ દરમિયાન, ડિજિટલ હેલ્થ સર્ટિફિકેટ અથવા વેક્સિન પાસપોર્ટનો વિરોધ શરૂ થયો છે. કેટલાક લોકો કહે છે કે તેમના વ્યક્તિગત માહિતી લીક થઈ શકે છે અને ખોટા લોકોના હાથમાં પણ આવી શકે છે.

અત્યાર સુધીમાં 17.92 કરોડ કેસ
દુનિયામાં અત્યાર સુધીમાં 17.92 કરોડથી વધુ લોકોને કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું છે. તેમાં 38.82 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 16.38 કરોડ લોકો સાજા થઈ ગયા છે. જો કે 1.15 કરોડ લોકોની સારવાર ચાલી રહી છે. તેમાંથી 1.14 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ છે અને 82,622 લોકોની હાલત ગંભીર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here