વિયેતનામના આ શહેરમાં ૮ કરોડ જીવતા બોંબ વેરાયેલા પડયા છે

0
17

વર્ષો પહેલા થયેલા યુદ્ધની અસર વિયેટનામ પાસે આવેલો લાઓસ દેશ ભોગવી રહયો છે.સોવિયત રશિયા અને અમેરિકાના કોલ્ડવોરના જમાનામાં ૪૩ વર્ષ પહેલા વિયેટનામ વૉર થયું હતું. આ યુદ્ધ દરમિયાન અમેરિકાએ નોર્થ વિયેટનામની સપ્લાય લાઇનને તોડવા માટે ભારે બોંબમારો કર્યો હતો.અમેરિકી પ્લેન પોતાના મૂળ ટાર્ગેટ સુધી ના પહોંચે ત્યારે લાઓસની જમીનનો ઉપયોગ બોંબનું ડમ્પીંગ ગ્રાઉન્ડ હોય તેમ કરતા હતા.

આ રીતે લાઓસની ધરતીમાં આજે પણ નાના મોટા ૮ કરોડ જેટલા બોંબ વેરાયેલા અને દટાયેલા હોવાનું માનવામાં આવે છે. આ બોંબ આજે પણ ગમે ત્યારે ફુટી શકે તેવા હોવાથી લોકો ભયભીત બનીને જીવે છે. ખાસ કરીને લાઓસનો શિઓંગ ખોઉઆંગ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત બોંબ વિસ્તાર હોવાથી તે બારુદના ઢેર પર બેઠો હોય તેવી સ્થિતિ છે.જમીનમાં દાટવામાં આવેલા બોંબના બ્લાસ્ટ ઓછા થયા છે પરંતુ બંધ થયા નથી

 

પ્રાપ્ત માહિતી અનુસાર અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો બોંબથી રમતા હોય ત્યારે બ્લાસ્ટનો શિકાર બને છે.લાઓસમાં જંગલ,સ્કૂલ ગ્રાઉન્ડ અને ખેતરોમાંથી ગમે ત્યારે બોંબ મળી આવે છે.બોંબ મળે ત્યારે તેના ફાટવાની બીકથી અફરાતફરી મચી જાય છે.લાઓસમાંથી બોંબ શોધીને બોંબ ફ્રી કરવાનું કામ હજુ માત્ર ૧ ટકા વિસ્તારમાં થયું છે.જેમાં ૧ કરોડ ડોલર રુપિયાનો ખર્ચ થયો છે. આ કાર્ય માટે ૧૦ વર્ષ સુધી હજુ ૧.૫ અબજ ડોલરનો ખર્ચ કરવો પડશે.

અમેરિકા તેની બોંબ સ્ટેટ્રેજીના ભાગરુપે વિયેટનામ અને લાઓસ પર ૨૭ કરોડથી પણ વધુ બોંબ ફેંકયા હતા. બોંબની આ સંખ્યા એટલી વિશાળ હતી દર આઠ મીનિટે એક વિમાનમાં તેને ભરતા ૯ વર્ષ જેટલો સમય લાગે.અમેરિકાના આ બોંબમારામાં એ સમયે ૨૦ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here