પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા ગેરંટી સાથે થઈ જશે ડબલ, 50 હજારના મળશે 1 લાખ રૂપિયા

0
14

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સુરક્ષિત માનવામાં આવે છે. સરકાર દ્વારા સંચાલિત પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં રોકાણ કરીને તમે તમારા પૈસા ડબલ રી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં સરકાર તમારા પૈસા ડબલ કરી આપવાની ગેરંટી આપે છે.

  • પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સુરક્ષિત માનવામાં આવે છે
  • કેન્દ્ર સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા કિસાન વિકાસ પત્ર સ્કીમ ચલાવે છે
  • ડબલ રિટર્ન મેળવવા પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ

શું છે કિસાન વિકાસ પત્ર સ્કીમ

કેન્દ્ર સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા કિસાન વિકાસ પત્ર સ્કીમ ચલાવે છે. આ એક પ્રકારનું સર્ટિફિકેટ હોય છે જે કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે. તે બોન્ડની જેમ સર્ટિફિકેટ તરીકે બહાર પાડવામાં આવે છે. તેના પર ડબલ રિટર્ન મળે છે. સરકાર સમયાંતરે આ વ્યાજદરમાં સુધારો કરતી રહે છે. તેને દેશભરની કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. આમાં પૈસા ડૂબવાની પણ ચિંતા રહેતી નથી.

કેટલા સમય માટે રોકાણ કરવાનું હોય છે

આ સ્કીમમાં 124 મહિના માટે રોકાણ કરવાનું હોય છે. જેમાં તમારા દ્વારા રોકાણ કરેલાં પૈસા ડબલ થઈ જાય છે. આ સ્કીમમાં સરકાર 6.9 ટકા વ્યાજ આપે છે. તમે આમાં સિંગલની સાથે જોઈન્ટમાં પણ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. જો તમે આ સ્કીમમાં 50 હજાર રૂપિયા રોકાણ કરશો તો 124 મહિના બાદ તમને 1 લાખ રૂપિયા મળશે.

કેટલી રકમ ઇન્વેસ્ટ કરી શકાય?

કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાની મહત્તમ મર્યાદા નથી. જોકે, તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપિયા હોવું જોઈએ. તમે 1,000 રૂપિયાના ગુણાકારમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમાં સિંગલ ઉપરાંત જોઇન્ટ ખાતાની પણ સુવિધા છે.

જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઈન પિરિયડ રાખવામાં આવ્યો છે. આ સાથે જ આ પ્રમાણપત્ર એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે. તેને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેને દેશની કેટલીક બેંકોમાંથી પણ ઓનલાઇન ખરીદી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here