Friday, October 22, 2021
HomeSBIની આ સ્કિમમાં દર મહિને ઘરે બેઠા કરો કમાણી, જાણો કઈ રીતે...
Array

SBIની આ સ્કિમમાં દર મહિને ઘરે બેઠા કરો કમાણી, જાણો કઈ રીતે કરાશે રોકાણ

જો તમે ઘરે બેઠા કમાણી કરવા ઈચ્છો છો તો એસબીઆઈ (SBI) તમારી માટે ખૂબ સારી સ્કિમ લઈને આવ્યું છે. જો તમારે દર મહિને સારી કમાણી કરવી છે તો તમે એસબીઆઈના એન્યુટી ડિપોઝિટ સ્કિમમાં પૈસા રોકી શકો છો. કોઈ વ્યક્તિ જો દર મહિનાની ફિક્સ્ડ ઈનકમ મેળવવા ઈચ્છે છે તો તેને એસબીઆઈના એન્યુટી સ્કીમમાં જરૂર રોકાણ કરવું જોઈએ.

સ્કીમ હેઠળ કેટલી રમક કરવી જોઈએ જમા?

એસબીઆઈની આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછી એક હજાર રૂપિયાની રકમ મહિને એન્યુટી માટે જમા કરાવી શકીએ છીએ. આ સ્કીમમાં વધુ રકમની કોઈ સીમા નથી. ત્યાં જ જો તમારે 60 વર્ષ સુધી દર મહિને પાંચ હજાર રૂપિયા મહિનાની આવક જોઈએ છીએ તો બેન્ક તમને રોકાણ કરવાની રકમ માટે જાણકારી આપશે.

જોકે જમા કરવામાં આવતી રકમ 25,000 રૂપિયાથી ઓછી ન હોવી જોઈએ પરંતુ વધારે રોકાણ માટે રકમની કોઈ સીમા નથી. આ સ્કીમ હેઠળ તમે 36, 60, 84 અને 120 મહિના માટે ડિપોઝિટ કરી શકો છો. તમારી મહિનાની આવક જમા કરવામાં આવેસી રકમ અને સમયગાળા પર નિર્ભર કરે છે.

મેચ્યુરીટી પહેલા ઉપાડ કરી શકાશે

આ ઈન્યુટી સ્કીમ હેઠળ રોકાણકારે જમા રકમના 75 ટકા ઓવરડ્રાફ્ટ અને લોન સુવિધાનો લાભ લઈ શકે છે. જો મેચ્યોરિટીની વાત કરવામાં આવે તો આ હેઠળ તમે ત્રણ વર્ષ, પાંચ વર્ષ, સાત વર્ષ અને દસ વર્ષ માટે રોકાણ કરી શકો છો. બેન્કની વેબસાઈટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર જો ખાતાધારકનુ મોત એસબીઆઈ એન્યુટી સ્કીમના મેચ્યોરિટી સમયગાળા પહેલા થાય છે તો નોમિની જમા રકમને ઉપાડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments