Friday, March 29, 2024
Homeઅમેરિકા : ટ્રમ્પે કહ્યું- મહામારીના આ સમયમાં અમે પ્રધાનમંત્રી મોદી સાથે ઉભા...
Array

અમેરિકા : ટ્રમ્પે કહ્યું- મહામારીના આ સમયમાં અમે પ્રધાનમંત્રી મોદી સાથે ઉભા છીએ, ભારતને વેન્ટીલેટર દાન કરશું

- Advertisement -

વોશિંગ્ટન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સામેની લડાઈમાં ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્વની ગણાવી છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે મને આ જાહેરાત કરતા ગર્વ થાય છે કે અમેરિકા તેના મિત્ર ભારતને વેન્ટિલેટર ડોનેટ (દાન) કરશે. મહામારીના સમયમાં અમે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છીએ. અમે કોરોનાની રસી (વેક્સીન) વિકસાવવાની દિશામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. બન્ને દેશ સાથે મળી આ અદ્રશ્ય દુશ્મનને હરાવશે.ટ્રમ્પે શુક્રવારે વ્હાઈટ હાઉસના ગાર્ડનમાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું તાજેતરમાં જ ભારતની યાત્રાથી પરત આવ્યો હતો. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તે પૈકી કેટલાક લોકો વેક્સીન પર પણ કામ કરી રહ્યા છે. તેઓ મહાન વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા છે. એક પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું- પ્રધાનમંત્રી મોદી મારા ખૂબ જ સારા મિત્ર છે.

ભારતે એપ્રિલમાં હાઈડ્રોક્સીક્લોરોકીનનો જથ્થો મોકલ્યો હતો

ભારતે એપ્રિલમાં કોરોના સામેની લડાઈમાં અમેરિકાની મદદ માટે હાઈડ્રોક્સોક્લોરોકીન દવાનો વિશાળ જથ્થો મોકલ્યો હતો. આ અંગે ટ્ર્મ્પે મોદીના નૈતૃત્વને મજબૂત ગણાવતા તેમની પ્રશંસા કરી હતી અને ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.

રસીકરણ પ્રજા માટે વિના મૂલ્યે ઉપલબ્ધ બનશેઃ ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે કોરોનાની રસીને અમે પ્રજા માટે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા વિચાર કરી રહ્યા છીએ. આ વર્ષના અંત સુધીમાં તેને તૈયાર કરવામાં આવી શકે છે. રસી વિકસાવવા માટે “ઓપરેશન વાર્પ સ્પીડ” નામનું એક નવું અભિયાન શરૂ કર્યું છે. “ઓપરેશન વાર્પ સ્પીડ”ને આ વર્ષના અંત સુધીમાં રસી શોધવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેથી જાન્યુઆરી,2021 સુધીમાં તે લોકો સુધી પહોંચાડી શકાય.

તેમણે કહ્યું કે મને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં રસી વિકસિત કરી લેવામાં આવસે. સામાન્ય રીતે દવા કંપનીઓ આવશ્યક મંજૂરી મળ્યા બાદ જ રસી તૈયાર કરે છે. જેમા ઘણો સમય લાગી જાય છે. અમારી સરકાર રસી તૈયાર કરનારી ટીમના રિસર્ચ પર પણ ખર્ચ કરશે. સાથે તમામ મંજૂરી પણ અપાવશે.

આશા છે કે 2020 સુધી વેક્સીન તૈયાર કરી લઈશું

બ્રિટનની દવા કંપની ગ્લેક્સોસ્મિથક્લાઈનની રસી (વેક્સીન) વિભાગના ભૂતપુર્વ મોનસેફ સલોઈએ કહ્યું કે હું વર્તમાન સમયમાં કોરોના વાઈરસ રસી સાથે એક ક્લિનિકલ પરીક્ષણની શરૂઆતી પરિણામના ડેટા જોઈ રહ્યા છીએ, જેણે મને વિશ્વાસ અપાવ્યો છે કે અમે 2020ના અંત સુધીમાં વેક્સીન તૈયાર કરી લેશું.

અમેરિકાઃ 24 કલાકમાં 1,680 લોકોના મોત

અમેરિકામાં 24 કલાકમાં 1,680 લોકોના મોત થયા છે. દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા 88 હજારથી વધારે થઈ ગઈ છે. 14 લાખ 84 હજાર 285 લોકો સંક્રમિત છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્ય ન્યૂયોર્ક માં 27 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. જ્યારે ત્રણ લાખ 56 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. રાજ્યમાં 13 જૂન સુધી સ્ટે-એટ-હોમ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular