અમરેલીના આ ગામમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો

0
0

છેલ્લા બેથી ત્રણ દિવસથી મેઘ રાજા સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. તો કેટલાક ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આજે અમરેલીમાં ખંભાના ઉમરિયા ગામમાં આભ ફાટ્યું હતું. 2 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે ખંભાની ધર્મશાળામાં ચાર ફૂટ પાણી ઘૂસી જવાના કારણે લોકોને ભારે મુશ્કેલોનો સામનો કરવો પડ્યો હતો.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતો જાય છે, જેના કારણે ઘાતરવાડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ ઉત્પન થઇ હતી. નદીના પાણીના વહેણમાં વધારો થતા કેટલીક કાર પણ પાણીના પ્રવાહમાં તળાઈ હતી. વરસાદના કારણે ડેડાણ ગામે ત્રણ મકાનની દીવાલ ધરાસાઈ થઈ હતી. તાતણીયા ધરાવાળા ઘૂનામાં નદીનું પાણી ખોડિયાર મંદિરમાં 5 ફૂટ ઘૂસી ગયું છે. આ ઉપરાંત ખાંભા અને ગીર પંથકના પીપળવા, નાનુડી, તાતણીયા, લાસા, ધવાડીયા, ગીદરડી, ભાણીયા, નાના વિસાવદર, નાનીધારી, વાંકીયા, ડેડાણ, ત્રાકુડા, ખાંડાધાર જેવા ગામડાઓમાંથી પસાર થતી નદીમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન થવાના કારણે લોકોના ટોળા પાણીના વહેણને જોવા માટે એકઠા થઇ ગયા હતા.

ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વળવાનાં કારણે ખાંભા-ઉના હાઈ-વેને બંધ કરવો પડ્યો હતો અને ધાતરવાડી નદીના પુલનો એક ભાગ પાણીના વહેણમાં તણાયો હતો. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના પગલે તાલાલાનો હિરણ ડેમમાં પાણીની આવક થતા એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું હતું. કેટલાક ગામડાઓમાં પાણી ભરાવાની સાથે સાથે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here