Monday, January 24, 2022
Homeજમ્મુ-કાશ્મીર : ત્રાલમાં સેનાએ એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન જારી
Array

જમ્મુ-કાશ્મીર : ત્રાલમાં સેનાએ એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન જારી

  • ત્રાલમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
  • છેલ્લા 24 કલાકમાં સેનાએ ત્રણ આતંકીઓને ઉતાર્યા મોતને ઘાટ
  • છેલ્લા એક મહિનામાં 15 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 44 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે. અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આવેલા ચેવા ઉલ્લારમાં ગુરુવારે સાંજથી અથડામણ ચાલી રહી છે. કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની સેનાને બાતમી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન દરમિયાન બંને વચ્ચે અથડામણ સર્જાઇ હતી.

ગુરુવારે પણ ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આતંકીઓનો ખાતમો થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર પોલીસને ગામમાં કેટલાક આતંકીઓ હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસ 42 રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફ દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે છૂપાયેલા આતંકીઓને આત્મસમર્પણની પૂરેપૂરી તક અપાઈ હતી. પરંતુ જ્યારે સેનાની જોઈન્ટ ટીમે સંદિગ્ધ સ્થળને ઘેર્યું તો છૂપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જવાબી કાર્યવાહીમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. ગુરુવારે સેનાનું આ બીજુ ઓપરેશન હતું તે પહેલા પણ સોપોર જિલ્લાના બારામુલ્લાના હેંદશિવા ગામમાં થયેલી અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા હતાં.

છેલ્લા એક મહિનામાં અત્યાર સુધી 44 આતંકી ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરમાં આ મહિનામાં 15 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 44 આતંકી ઠાર મરાયા છે. આતંકીઓની મદદ કરતા લોકોની શોધખોળ પણ ચાલી રહી છે. બડગામના નરબલ વિસ્તારમાં બુધવારે આર્મી અને પોલીસે કાર્યવાહી કરીને લશ્કર-એ-તૈયબાના 5 મદદગારની ધરપકડ કરી લીધી હતી. તેમની પાસે AK-47 રાઈફલ, 28 રાઉન્ડ ગોળીઓ અને લશ્કર-એ-તૈયબાના 20 પોસ્ટર મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular