Thursday, August 5, 2021
No menu items!
Homeવલસાડ : ઉમરગામમાં કથિત પત્રકારે મહિલા તબીબ પાસે 5 લાખની ખંડણી માંગી,...
Array

વલસાડ : ઉમરગામમાં કથિત પત્રકારે મહિલા તબીબ પાસે 5 લાખની ખંડણી માંગી, બોગસ પત્રકારોનો રાફડો 

વલસાડ જિલ્લામાં લેભાગુ  પત્રકારનો રાફડો ફાટયો,  ઉમરગામના પત્રકારો જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરશો,  સાચા કોરોના વોરિયર્સ પત્રકાર પણ ત્રાસી ચૂક્યા છે આવા તત્વોથી.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોતાને હિન્દી ન્યૂઝ પેપરના પત્રકાર  તરીકેની ઓળખ આપી ગાંધીવાડી સ્થિત ઓમ નામક  હોસ્પિટલના મહિલા તબીબને ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં ફસાવી દેવાની ધમકી આપી કથિત પત્રકારે પાંચ લાખની માગ કરતા તબીબે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે કથિત પત્રકારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરગામ પાલિકા હદમાં આવેલી ગાંધીવાડી માં અંબે કોમ્પ્લેક્સમાં ઓમ હોસ્પિટલમાં પહોંચી રાજકુમાર પાઠકે હિન્દી ન્યૂઝ પેપરનો પત્રકાર ની ઓળખ આપી હતી.ગાંધીવાડીમાં ઓમ હોસ્પિટલના મહિલા તબીબને ચાઇલ્ડ ટ્રાફિકિંગના ફસાવી દેવાની અને હોસ્પિટલને બદનામ કરવાની ધમકી સાથે કથિત વ્યક્તિએ પાંચ લાખની માગણી કરી હતી.
તબીબે પોલીસને જાણ કરતા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી .કે દેસાઈએ તપાસ હાથ ધરી કથિત પત્રકાર રાજકુમાર કુમાર પાઠકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉમરગામ ખાતેથી પત્રકાર પકડાયા બાદ સ્થાનિક પત્રકારોએ વાહનો ઉપર પ્રેસ લખી ફરનારા જેમાં ખાસ કરીને અધિકૃત વેબ ચેનલના પત્રકાર બની રોફ જમાવતા તત્વોને ડામવા પોલીસ કડક માં કડક બની  કાર્યવાહી કરે તેવી માંગ છે. આ અંગે ઉમરગામના પત્રકારો જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત પણ કરશો.
રિપોર્ટર : કાર્તિક બાવીશ, CN24NEWS, વલસાડ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments