વડોદરામાં પોઝિટિવ કેસનો કુલ આંક 24,398 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 241, કુલ 23,579 દર્દી રિકવર થયા

0
8

વડોદરામાં હાલ 578 એક્ટિવ કેસ પૈકી 64 દર્દી ઓક્સિજન અને 26 દર્દી વેન્ટિલેટર ઉપર છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 24,398 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 23,579 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 578 એક્ટિવ કેસ પૈકી 64 દર્દી ઓક્સિજન ઉપર અને 26 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 488 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7526 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24,398 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3623, પશ્ચિમ ઝોનમાં 4000, ઉત્તર ઝોનમાં 4773, દક્ષિણ ઝોનમાં 4440, વડોદરા ગ્રામ્યમાં 7526 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રવિવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ માણેજા, રામદેવનગર, નવીધરતી, કારેલબાગ, યમુનામીલ, જેતલપુર, વડસર, વારસીયા, સમા
ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, શિનોર, સાવલી, પોર, થુવાવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here