સુરત : વરાછામાં બેફામ બનેલા વ્યાજખોરોએ યુવકને પરિવાર સાથે જાહેરમાં મારેલો માર CCTVમાં કેદ

0
5

સુરત. વરાછા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને વ્યાજે રૂપિયા લીધેલા. જો કે લોકડાઉનમાં વ્યાજ ચુકવાયું નહોતું. 10 ટકાના દરે 30 હજાર રૂપિયાનું વ્યાજ ન મળતા વ્યાજખોરોએ હુમલો કર્યો. જેમાં યુવક અને તેના પરિવારને બેરહેમીપૂર્વક જાહેરમાં માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેના આધારે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વ્યાજખોરો દ્વારા વ્યાજ ન મળતાં યુવક અને તેના પરિવારને જાહેરમાં માર મરાયો

 

પોલીસે તપાસ આદરી

વરાછા વિસ્તારમાં આવેલા રીવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા યુવરાજસિંહ રામભાઇ પરમાર ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ ૩૦ હજાર રૂપિયા ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. જો કે લોક ડાઉન દરમ્યાન વ્યાજ ન મળતા વ્યાજખોરોએ તેઓને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ ઘટના બાદ તેઓએ  નિકુંજ દેસાઇ , તેઓનો ભાઈ, અપ્પુ, જલો આહીર અને નિકુંજનો મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. વરાછા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here