Wednesday, September 22, 2021
Homeવ્યારામાં ચાર કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, નદીઓમાં નવા નીર આવ્યા
Array

વ્યારામાં ચાર કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, નદીઓમાં નવા નીર આવ્યા

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેમાં છેલ્લા ચાર કલાકમાં સૌથી વધુ તાપી જિલ્લાના વ્યારામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે તાપી જિલ્લામાં આવેલી નદીઓમાં નવા નીર આવ્યા છે. વહેલી સવારથી વરસાદના પગલે કામ ધંધે જતા લોકોને વરસાદનો સામનો કરવો પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં 81 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે નિઝરમાં 16 મિમિ, સોનગઢમાં 32 મિમિ, ઉચ્છલમાં 48 મિમિ, વાલોડમાં 30 મિમિ, ડોલવણમાં 20 મિમિ, કુકરમુંડામાં 28 મિમિ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં સોથી વધુ વરસાદ ખેરગામમાં 34 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 4 મિમિ, જલાલપોરમાં 8 મિમિ, ગણદેવીમાં 12 મિમિ, ચીખલીમાં 26 મિમિ, વાંસદામાં 24 મિમિ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં માત્ર ધરમપુરમાં 3 મિમિ, પારડીમાં 2 મિમિ, વલસાડમાં 2 મિમિ અને વાપીમાં 1 મિમિ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં સુબીરમાં 13 મિમિ, વઘઈમાં 11 મિમિ, આહવામાં 4 મિમિ અને સાપુતારામાં 2 મિમિ વરસાદ નોંધાયો છે.

વ્યારામાં વરસાદથી જનજીવનને અસર

વ્યારામાં ચાર કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવનને અસર પહોંચી છે. સવારે કામ ધંધે જતા લોકોને રોડ પર પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રોડ પર પાણી ભરાવા કારણે ગાડીઓ બંધ પડવાના પણ બનાવો બન્યા હતા. વરસાદ સાથે પવન ન હોવાના કારણે આંશિક રાહત અનુભવી હતી.

નદીઓમાં નવા નીર આવ્યા

તાપી જિલ્લામાં ગત રોજથી પડી રહેલા વરસાદ પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. તાપી જિલ્લામાં આવેલી તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા અને ઝાખરી નદીમાં વરસાદી નવા નીર આવ્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં અંબિકા, ખરેરા, કાવેરી અને તળાવો, કોતરોમાં નવા નીર આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments