અમદાવાદ : વટવામાં લગ્નની લાલચ આપી યુવતીને દેહવ્યાપરમાં ધકેલી, બે આરોપીઓની ધરપકડ

0
0

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં યુવતીને લગ્નની લાલચ આપી તેનીદુષ્કર્મનો ભોગ બનાવી દેહવ્યાપરમાં ધકેલી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે.

આરોપી યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદ લાવ્યો હતો. બાદમાં તેની સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારનો ધંધો કરાવતો. આ ઘટનામાં એક મહિલા આરોપી હાલ ફરાર છે. ધરપકડ કરાયેલા આરોપી સોનું અને સાગરીત ભેગા મળીને ફરાર મહિલા આરોપી સુમન સાથે મળીને અમદાવાદમાં દેહ વેપારનો મોટો રેકેટ ચલાવી રહ્યા હતા.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનેલી યુવતી મૂળ આસામની રહેવાસી છે અને તેની બહેન કર્ણાટકમાં રહે છે. આરોપી સોનુ સાથે તેની મુલાકાત કર્ણાટકમાં થઈ હતી. ત્યારબાદ આરોપીએ લગ્નની લાલચ આપી અમદાવાદ લઈ આવ્યો. આરોપી સોનુ પેહલાથી પરણિત હતો જે વાત છુપાવી હતી.

આરોપીએ યુવતી સાથે પેહલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેને દેહ વેપારના ધંધામાં ધકેલી દીધી. સોનુએ ત્યારબાદ સુમન સાથે સંપર્ક કરી યુવતીને સુમનના ત્યાં મોકલી તેને અલગ અલગ લોકો પાસે મોકલી દેવામાં આવતી હતી.

પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે. હાલ બે આરોપાઓની ધરપકડ કરી છે. તો બીજી તરફ ફરાર આરોપી મહિલાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here