પશ્ચિમ બંગાળમાં 1:30 વાગ્યા સુધીમાં થયું 54.90 % મતદાન

0
5

દેશના બે મહત્વપૂર્ણ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. તેમાં રેકોર્ડબ્રેક વોટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. બંને રાજ્યમાં પહેલા તબક્કાના વોટર્સની સંખ્યા 1.54 કરોડ કરતા પણ વધારે છે. બંગાળમાં કુલ 8 પૈકીના પહેલા તબક્કામાં 5 જિલ્લાની 30 બેઠકો માટે વોટિંગ થઈ રહ્યું છે. જ્યારે આસામમાં 47 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યમાં સવારના 7 વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

પૂર્વ મેદિનીપુરના કાંઠી દક્ષિણ મત ક્ષેત્રમાં EVM મશીનોમાં ખરાબીને પગલે મતદાતાઓએ એક મતદાન કેન્દ્ર બહાર પ્રદર્શન કર્યું હતું. માજના ખાતે પ્રદર્શનકારીઓએ મતદાન કેન્દ્ર બહાર ટ્રાફિક જામ કર્યો હતો અને અન્ય પાર્ટીને મત જતો હોવાની ફરિયાદ કરી હતી. ઘટના સ્થળે સ્થિતિને નિયંત્રણમાં લાવવા કેન્દ્રીય બળનું એક દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં બપોરે 1:30 વાગ્યા સુધીમાં 54.90 ટકા મતદાન થયું હતું. જ્યારે આસામમાં 1:00 વાગ્યા સુધીમાં 37.06 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 30 બેઠકો પર 73 લાખથી વધુ મતદારો 191 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય લેશે.

પશ્ચિમ બંગાળમાં ફાયરિંગની ઘટના

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વીય મદિનાપુરમાં ફાયરિંગના કારણે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. ઉપરાંત ભાજપના કાર્યકરો સામે બુથમાં ઘૂસવાનો આરોપ લાગ્યો છે. મતદાન શરૂ થયું તેના થોડા કલાકો બાદ હિંસક ઘટનાઓ સામે આવી હતી અને ઘાયલ સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ભગવાનપુર વિધાનસભા વિસ્તારના સત્સતામન પોલિંગ બૂથ ખાતે ગોળીબાર થયો હતો.

TMC પ્રતિનિધિ મંડળની EC સાથે મુલાકાત

ટીએમસી નેતાઓના એક પ્રતિનિધિ મંડળે કોલકાતા ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીની મુલાકાત લીધી હતી. ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાયના કહેવા પ્રમાણે બૂથ એજન્ટની નિયુક્તિ વ્યવસ્થા બદલવા વિનંતી કરી હતી. એજન્ટ સંબંધીત બૂથનો મતદાતા હોય અને કોઈ પણ બૂથ પર કોઈ પણ વ્યક્તિને મંજૂરી માટે માંગ કરી હતી. આ નવી પ્રણાલી સ્વીકાર્ય ન હોવાનું જણાવીને ટીએમસી નેતાએ આગામી તબક્કાથી બૂથ એજન્ટ સંબંધીત મતદાન કેન્દ્રનો સ્થાનિય વ્યક્તિ જ હોય તેવી માંગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here