પશ્ચિમ બંગાળમાં ભાજપના ટોચના નેતાએ ફેસબૂક પોસ્ટ થકી પાર્ટી પર નિશાન સાધ્યુ

0
2

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ હવે પાર્ટીની અંદરનો અસંતોષ સપાટી પર આવી રહ્યો છે.પાર્ટીના નેતાઓ હવે પાર્ટીની સામે નિવેદનો આપી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના ટોચના નેતા મુકુલ રોયના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય શુભ્રાંશુ રોયે પણ એક ફેસબૂક પોસ્ટ થકી પાર્ટી પર નિશાન સાધ્યુ છે.તેમણે કહ્યુ છે કે, જનતાના સમર્થનથી ચૂંટાયેલી મમતા સરકારની ટીકા કરવાની જગ્યાએ પાર્ટીએ પોતાનુ આત્મ નિરિક્ષણ કરવાની જરુર છે.

ઉલ્લેખનીય છે કે, મુકુલ રોય એક સમયે મમતા બેનરજીની પાર્ટીના દિગ્ગજ નેતા હતા અને તેઓ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા.જ્યારે તેમના પુત્ર શુભ્રાંશુ રોય પણ ભાજપમાં જોડાયા હતા અને તાજેતરની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.જોકે તેમને પરાજય થયો હતો.હવે તેમણે પાર્ટીની જાહેરમાં જ ટીકા કરી છે.

ટીએમસી છોડીને ભાજપમાં આવેલા બીજા નેતાઓ પણ આડકતરી રીતે અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે.ટીએમસી છોડીને આવેલા નેતા સોનાલી ગુહાએ તો મમતા બેનરજીને પત્ર લખીને પોતાને ટીએમસીમાં પાછા લેવા માટે વિનંતી પણ કરી છે.

ભાજપ અને ટીએમસી વચ્ચેનો ટકરાવ યથાવત છે.વાવાઝોડા યાસની સમીક્ષા માટે આવેલા પીએમ મોદીને  મળવા માટે મમતા બેનરજી 30 મિનિટ મોડા પહોંચ્યા હતા.આ મુદ્દે પણ ભાજપ અને ટીએમસી વચ્ચે આમને સામને નિવેદનો અપાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here