શિયાળામાં 1 ગ્લાસ ગરમ પાણીમાં ચપટી આ વસ્તુ મિક્સ કરીને પીવો : મગજથી લઈ યૂરિન અને પેટના રોગો થશે દૂર

0
0

લગભગ બધાંના ઘરમાં તજનો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. મેંગનીઝ, કેલ્શિયમ અને ફાયબરથી ભરપૂર તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ પ્રોપર્ટી રહેલી છે. એમાં પણ શિયાળામાં તો ખાસ રોજ તજનો પ્રયોગ કરવો જોઈએ. રોજ ડાયટમાં તજને સામેલ કરવાથી ઘણાં બધાં લાભ મળી શકે છે. જેના માટે તમે રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી તજનો પાઉડર મિક્ષ કરી પી શકો છો. આ રીતે પીવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. જાણી લો ફાયદા.

તજને ન્યૂટ્રિશન્સનું પાવરહાઉસ

તજને ન્યૂટ્રિશન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજનો ઉપયોગ પ્રાચીન સમયથી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજનું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મને પણ કંટ્રોલ કરે છે. આના નિયમિત ઉપયોગથી વજન વધતું નથી.

શિયાળામાં રાખો ધ્યાન

શિયાળામાં સારું ખાધું હશે તો આખું વર્ષ શરીર હેલ્ધી રહેશે. શિયાળામાં આપણું પાચનતંત્ર એક્ટિવ રહે છે, જેથી આપણે જે કંઈપણ ખાઈ આ સિઝનમાં સરળતાથી પચી જાય છે. પણ હાં, શિયાળામાં મનભરીને બધું ખાવાની છૂટ છે પણ તેની સાથે કસરત કરવી પણ જરૂરી છે. નહિતર તમે સ્થૂળતાના શિકાર પણ થઈ શકો છો. શિયાળામાં મેટોબોલિક રેડ સારું હોય છે. સાથે જ શરીરના આંતરિક પાર્ટ પર સારી રીતે કાર્ય કરી શકે છે, જેથી આ સિઝનમાં ધ્યાન રાખવું જરૂરી છે

બ્રેન પાવર

નવશેકા પાણીમાં ચપટી તજ પાઉડર મિક્ષ કરીને પીવાથી બ્રેન પાવર વધે છે અને મેમરી તેજ થાય છે.

યૂરિન પ્રોબ્લેમ

આ ડ્રિંકમાં ડાઈયૂરેટિક ગુણ હોય છે. જે યૂરિન પ્રોબ્લેમ્સથી રાહત આપે છે.

ડાઈજેશન

આ ડ્રિંકમાં ચપટી જીરું પાઉડર મિક્ષ કરીને પીવાથી ડાઈજેશન સારું રહે છે અને ડાયરિયામાં પણ ફાયદો થાય છે.

જોઈન્ટ પેઈન

આ ડ્રિંકમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી તેને રોજ સવારે પીવાથી જોઈન્ટ પેઈનમાં રાહત મળે છે.

ઘાને ઠીક કરે છે

આમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે ઘાને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે.

ઈમ્યૂનિટી વધારે છે

તજનું પાણી ઉપયોગમાં લેવાથી તમારી ઈમ્યૂનિટી વધુ મજબૂત થાય છે. જેમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જેથી તમારા શરીરના રોગો સામે લડવામાં મદદ મળે છે.

વજન ઘટાડે છે

જો તમે તજના પાણીને પીવો તો શરીરમાંથી ટોક્સિક બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ભૂખ ઓછી લાગે છે અને તમે જંક ફૂડ્સથી દૂર રહો છે અને તમારૂ વજન પણ ઓછું થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here