- Advertisement -
વડોદરાઃ વડોદરા શહેરમાં ગત રાત્રી દરમિયાન દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સમગ્ર વડોદરા જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. પાદરા તાલુકાના બામણવસી ગામમાં આજે સવારે 9 વાગ્યે સવિતાબેન લાખાભાઇ રબારીનું જર્જરિત મકાન ધરાશાયી થઇ ગયું હતું. જોકે મકાનમાં કોઇ ન હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી. આ ઉપરાત બામણવસી ગામ પાસે 6 વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતા. જેને ગામ લોકોએ રોડ પરથી હટાવ્યા હતા.
વડોદરા જિલ્લામાં વરસાદના આંકડા
વડોદરામાં 67 મિ.મી., પાદરામાં 25 મિ.મી., સાવલીમાં 08 મિ.મી., ડેસરમાં 08 મિ.મી., કરજણમાં 29 મિ.મી., શિનોરમાં 11 મિ.મી., ડભોઇમાં 40 મિ.મી. અને વાઘોડિયામાં 18 મિ.મી. વરસાદ નોંધાયો છે.