સાંસદોના ફ્લેટ્સનું ઉદઘાટન : મોદીએ કહ્યું- આ વખતે 400થી વધુ સાંસદ પ્રથમ કે બીજી વખત ચૂંટાયા, દેશનો નવો મિજાજ સંસદમાં પણ જોવા મળે છે

0
7

  • મોદીએ કહ્યું, દિલ્હીમાં ઘણા પ્રોજેક્ટ્સ વર્ષોથી અધૂરા હતા, સમસ્યા ટાળવાથી નહિ, પરંતુ સમાધાન શોધવાથી સમાપ્ત થાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સાંસદો માટે બનેલા 76 ફલેટ્સનું ઉદઘાટન કર્યું. મોદીએ કહ્યું હતું કે આપણા લોકસભા-અધ્યક્ષ ક્વોલિટી અને બચતમાં વિશ્વાસ રાખે છે. સદનની અંદર પણ તેઓ એ વાતનું ધ્યાન રાખે છે કે ક્વોલિટી યથાવત્ રહે, મોન્સૂન સત્રમાં પણ એ જોવા મળ્યું છે. આ વખતે 400થી વધુ સાંસદ પ્રથમ વખત કે બીજી વખત ચૂંટાઈને પહોંચ્યા છે. દેશનો આ વિચાર, આ નવો મિજાજ સંસદની રચનામાં જોવા મળે છે.

17મી લોકસભામાં 15 ટકાથી વધુ બિલ પાસ થયાં

મોદીએ કહ્યું, દિલ્હીમાં ઘણા પ્રોજેક્ટસ વર્ષોથી અધૂરા હતા. સમસ્યાઓ ટાળવાથી નહિ, પરંતુ સમાધાન શોધવાથી પૂર્ણ થાય છે. આજનાં કામકાજમાં નવી રીત જોવા મળે છે. અગાઉની 16 લોકસભાની સરખામણીમાં 17મીએ 15 ટકા વધુ બિલ પાસ કરાવ્યાં. 135 ટકા કામ કર્યું. અગાઉની ઠંડીમાં પણ લોકસભાની પ્રોડક્ટિવિટી 110 ટકા વધુ રહી. સાંસદોએ પ્રોડક્ટ અને પ્રોસેસનું ધ્યાન રાખ્યું. લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદોએ એનું ખૂબ ધ્યાન રાખ્યું.

નાગરિકતા સંશોધન, બેન્કરપ્સી કોડ જેવા કાયદાઓ બનાવ્યા

વડાપ્રધાને આગળ કહ્યું હતું કે દેશની મહિલાઓને ત્રણ તલાક જેવી બદીઓમાંથી આઝાદી અપાવી છે. માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ કરનારાઓ માટે મૃત્યુદંડનો પ્રાવધાન લાવવામાં આવ્યો છે. આ સિવાય નાગરિકતા સંશોધન કાયદો, બેન્કરપ્સી કોડ પણ પાસ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ ધ્યાન આપ્યું નથી કે લોકસભામાં 60 ટકાથી વધુ બિલ એવાં હતાં, જેમાં 2-3 કલાક ચર્ચા થઈ હતી. 17મી લોકસભામાં આનાથી વધુ બિલ પાસ કરવામાં આવ્યાં અને વધુ ચર્ચાઓ થઈ.

18મી લોકસભામાં પણ ઈતિહાસ બનાવીશું

એમ કહેવાય છે કે યુવાઓ માટે 16, 17, 18ની ઉંમર ખૂબ જ મહત્ત્વની હોય છે. આ ઉંમર કોઈ યુવા લોકશાહી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. અમે તાજેતરમાં જ 16મી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ સમય ખૂબ જ ઐતિહાસિક રહ્યો. 2019માં 17મી લોકસભાનો કાર્યકાળ શરૂ થયો. અમે તેમાં જે પગલાં લીધાં એનાથી ઈતિહાસ બન્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here