Thursday, August 5, 2021
Homeદીવમાં મલાલા ઓડિટોરિયમમાં રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે અનેક યોજનાઓનું લોકાર્પણ.
Array

દીવમાં મલાલા ઓડિટોરિયમમાં રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે અનેક યોજનાઓનું લોકાર્પણ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દીવના મલાલા ઓડિટોરિયમમાં રાષ્ટ્રપતિના હસ્તે અનેક યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્રપતિએ સંબોધન કરતા ગુજરાતીમાં કહ્યું કેમ છો ભાઈઓ અને બહેનો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવના ફેમસ ગંગેશ્વર ટેમ્પલમાં પૂજા અર્ચના કરી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

દીવમાં રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
દીવમાં રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

 

રસ્તા પર ઠેર-ઠેર લોક સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા હતા

દીવમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત પ્રશાસક પ્રફુલ પટેલ અને કલેક્ટર સલોની રાય દ્વારા કરવામાં આવ્યું હતું. રસ્તા પર ઠેર-ઠેર લોક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રાચિન ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મલાલા ઓડિટોરીયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં નવનિર્મિત પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાંજે તેઓ નાગવા ખાતે મુલાકાત કરશે અને ખુકરી મેમોરીયલ સ્થળનું ઉદ્ઘાટન કરશે. જ્યારે આવતીકાલે ઘોઘલા બીચ અને કિલ્લાની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિનો દીવમાં આગામી કાર્યક્રમ

26-12-2020
સાંજે 6.20 વાગ્યે ફૂડકોર્ટ-સ્ટોલનું ઉદ્ઘાટન
આઈએનએસ ખુકરી મેમોરિયલનુ્ં ઉદ્ઘાટન, કલ્ચરલ પ્રોગ્રામ-ભોજન સમારોહ

27-12-2020
સાંજે 4 થી 5 વાગ્યા સુધી ઘોઘલા બીચની મુલાકાતે
સાંજે 6.55થી 7.40 દિવ કિલ્લાની મુલાકાત અને ફોર્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ-શોનું આયોજન
સાંજે 7.40થી 8.20 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ

28-12-2020
સવારે 10.30 વાગ્યે દિવથી રાજકોટ આવવા રવાના
સવારે 11.35 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર સ્વાગત-અભિવાદન
સવારે 11.45 વાગ્યે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના
બપોરે 1.30 વાગ્યે દિલ્હી પહોંચશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments