રાજકોટ : ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજકોટ લાવનાર સમાજસેવકને માર મારનાર ઇન્ચાર્જ PSI ધામા સસ્પેન્ડ

0
12

રાજકોટ : ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજકોટ લાવનાર સમાજસેવક પ્રફુલભાઇ રાજ્યગુરૂને ગોંડલ રોડ પર આવેલી ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા હતા. બાદમાં ઇન્ચાર્જ PSI ધામાએ તેને મૂઢ માર માર્યો હતો. માર માર્યો છતા સમાજસેવક પોતાની ફરજ ન ચૂકી અને મૃતદેહને જે તે સ્થળે પહોંચાડ્યો હતો.  બાદમાં ગોંડલ આવી સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગંભીર ઘટના ગણાવી તાત્કાલિક અસરથી PSI ધામાને સસ્પેન્ડ કર્યા હતા. આ અંગેની વિગતવાર તપાસ ACP ગેડમને સોંપવામાં આવી છે.

રાજકોટ CPએ ગંભીર બાબત ગણાવી સસ્પેન્ડ કર્યા 

ગોંડલના સામાજીક કાર્યકર પ્રફુલ રાજ્યગુરૂને માર મારનાર PSI ધામાને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સસ્પેન્ડ કર્યા છે. આખી રાત અધિકારીઓ દ્વારા ઇન્કવાયરી કરીને આ ગંભીર બાબત હોય સંવેદનશીલતા ન દાખવવા બદલ  સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે ACPને તપાસ સોંપાઇ છે.ગઇકાલે મૃતદેહ લઇને ગોંડલથી રાજકોટ તરફ જતા સમયે પોલીસે માર માર્યો હતો. લોકડાઉનને લઈને ગેરવર્તનને લઇ 24 કલાકમાં બે પોલીસ સસ્પેન્ડ થયા છે. જેમાં અમદાવદામાં એક અને એક રાજકોટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here