ધાનેરા : વાલેર ગામ માં 3 દિવસ પહેલા કરેલ દુષ્કર્મ ની ઘટના માં ધાનેરા પોલીસે નોંધી માત્ર છેડતી ની ફરિયાદ

0
303
ધાનેરા તાલુકા ના વાલેર ગામ માં 3 દિવસ પહેલા કરેલ દુસકર્મ ની ઘટના માં ધાનેરા પોલીસે માત્ર છેડતી ની ફરિયાદ નોંધતા પીડિતા એ મીડિયા સમક્ષ ધાનેરા પોલીસ નો છુપાયેલા ચહેરો ને લાવ્યો સામે…….
વાલેર ગામ માં 14 વર્સીય કિશોરી ઘેર એકલી હોવાથી ગામ ના જ સોહનજી ઠાકોરે બાજુ માં બોલાવી ને દુસકર્મ કર્યું હતું જેની વાત કિશોરીએ માં બાપ ને કરતા ધાનેરા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના ની વાત કરી હતી પણ ધાનેરા પોલીસે દુસકર્મ ની જગ્યાએ છેડતી ની ફરિયાદ લીધી હતી પીડિતા અને એના માં બાપે મીડિયા સામે વાત કરતા જણાવ્યું હતું કે ધાનેરા પોલીસ અમને દુસકર્મ ની ફરિયાદ ન નોંધાવવા ની ધમકી આપી રહી છે વારંવાર ઘેર આવી ને ધમકી આપી  ને ખોટું નિવેદન આપવા કહી રહી છે .
ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઠાવો ની વાત કરી રહી છે અને અહીંયા કાયદા ની રક્ષક ધાનેરા પોલીસ આરોપી ને બચાવવા ધમકી આપી રહી છે દીકરીને….. સુ આ છે ગતિશીલ ગુજરાત ની તાસીર…
બાઈટ : પીડિતા ની માતા
ધાનેરા પોલિસ ફરિયાદી ની ફરિયાદ લેવાની જગ્યાએ ધમકી આપી રહી છે ત્યારે આવા પોલીસ અધિકારી ને કેટલા દિવસ  બનાસકાંઠા એસ.પી સાચવશે એ પણ એક સવાલ ઉભો થયો છે  આ ઘટના ને લઈ મીડિયા પણ સવાલ કરી રહ્યું છે…..
બાઈટ : પીડિતા ના પિતા
પીડિતા ના કહેવા મુજબ ફરિયાદ કેમ ન લેવાય..?
પીડિતા ને ધમકી આપવાનો હક ધાનેરા પોલીસ ને કોને આપ્યો ?
વાલેર ના બીટ જમાદાર ને  સમાધાન કરાવવામાં કેમ રસ દાખવે છે ?
મસમોટી વાતો કરતી ધાનેરા પોલીસ  પીડિત પરિવાર સાથે ક્યાં ભવ નો બદલો લે છે ? 
આમ અનેક સવાલો વચ્ચે ધાનેરા પોલીસ ની કામગીરી બાબતે શકા ઉભી થઇ છે બીજી તરફ પીડિત પરિવારે આ બાબતે બનાસકાંઠા એસ પી અને મહિલા આયોગ સુધી ધાનેરા પીલીસ વિરુદ્ધ રજુઆત કરવાની તૈયારી કરી છે ત્યારે ધાનેરા પોલીસ પોતાની ઇમેજ બચાવવા હવે કઈ રીતે કામ લે છે એ તો આવનારો સમય જ બતાવશે …કે પછી બનાસકાંઠા એસ પી આહેબ ધમકાવસે ત્યારે જ ધાનેરા પોલીસ ની શાન ઠેકાણે આવશે એ તો સમય આવ્યે જ ખબર પડશે.
બાઈટ : પીડિતા
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, ધાનેરા, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here