ગોંડલ રોડ પરના પેટ્રોલપંપમાં બનેલો બનાવ : મર્સિડિઝમાં ડીઝલ પૂરાવી ચાલક સહિત ચાર ફરાર.

0
6

શહેરમાં મોંઘી કાર લઇ ડીઝલ પૂરાવવા ગયેલા ચાર શખ્સો સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતા અને ગોંડલ રોડ પર ત્રિપદા પેટ્રોલપંપમાં મેનેજર તરીકે નોકરી કરતા વિપુલ નવીનભાઇ જોટાંગિયા નામના યુવાને મર્સિડિઝ કારમાં આવેલા ચાલક યશપાલસિંહ જાડેજા, હિમાંશુ, લક્કીરાજસિંહ અને દિગ્વિજયસિંહના નામ આરોપી તરીકે જણાવ્યા છે.

ફિલરમેનને પૂછતાં મર્સિડિઝ કારમાં રૂ. 4240નું ડીઝલ પૂરી આપ્યા બાદ રૂપિયા માગતાં ચાલક માત્ર 250 જ રૂપિયા આપે છે. જેથી વિપુલભાઇએ મર્સિડિઝના ચાલક પાસે રૂપિયા માગ્યા હતા. જ્યાં ચાલકે તેનું ડેબિટ કાર્ડ આપ્યું હતું, પરંતુ તેમાંથી રૂપિયા નહીં વસૂલાતા રોકડા રૂપિયા આપવા જણાવ્યું હતું. ત્યારે કારમાં બેઠેલા અન્ય ત્રણ શખ્સ બહાર આવી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તમામ શખ્સો ફરાર થઇ ગયા હતા. જે અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય એક દિગ્વિજયસિંહને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here