વડોદરા : આંકલાવ પાસેના બિલપાર ગામે બનેલો બનાવ : વાનરે ચાર વર્ષની માસુમ બાળાનું બાવડું ફાડી ખાધું.

0
3

આંકલાવ નજીક આવેલા એક ગામમાં એક બાળાને વાંદરાએ બચકું ભરી લીધું હતું. બાળકીને લોહી નિંગળતી હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. જ્યાં તેને 14 ટાંકા લેવા પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંકલાવથી 2 કિમી અંતરે આવેલા બિલપાર ગામે 4 વર્ષની ઉર્વશી રબારી ગુરુવારે સવારે પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે એક મહાકાય વાંદરાએ આવીને તેના બાવડા પર બચકું ભરીને માંસનો લોચો ઊતરડી લીધો હતો. એટલું જ નહીં વાંદરો માંસનો લોચો પણ પોતાની સાથે લઇ ગયો હતો. એસએસજીના તાત્કાલિક સારવાર વિભાગમાં આ બાળકીને લઇ આવતા તબીબો દ્વારા તેની તુરંત જ સારવાર શરૂ કરી દેવાઈ હતી. તેને પહેલા અંદરના ભાગે સ્નાયુઓ પર 8 ટાંકા લેવા પડ્યાં હતા. મસલ એ પોઝિશન બાદ તેની ચામડી પર 6 ટાંકા (સ્કીન સ્યુચરિંગ) લેવા પડ્યા હતા. એસએસજી હોસ્પિટલમાં લોહીલુહાણ હાલતમાં ઉર્વશીને લઇને આવેલા તેના પિતા કમલેશભાઇએ જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં સંખ્યાબંધ વાંદરાઓ છે, પણ પહેલીવાર કોઇ વાંદરાએ કોઇ પણ વ્યક્તિ પર આ રીતે હુમલો કર્યો છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here