દ્વારકા બાદ રાજકોટમાં દુષ્કર્મની ઘટના, ક્લાસીસ સંચાલકે વિદ્યાર્થિની સાથે કર્યો બળાત્કાર.

0
3

રાજકોટમાં દુષ્કર્મની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. કોચિંગ ક્લાસીસ સંચાલકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. MCW માસ્ટર કમ્પ્યુટર ક્લાસીસના શિક્ષક ભાર્ગવ દવેની અટકાયત કરી છે. ક્લાસીસ સંચાલકે વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો જોવા જેવી થશે. આરોપીની કોરોના રિપોર્ટ બાદ પોલીસ ધરપકડ કરશે.

દ્વારકામાં બે બાળકોનો પિતા 12 વર્ષની સગીરાને એક વર્ષ સુધી પીંખતો રહ્યો

દ્વારકાના કલ્યાણપુરમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક 32 વર્ષીય ઢગાએ 12 વર્ષની કિશોરીને પીંખી નાંખી.

પવિત્ર નગરી દ્વારકા જિલ્લામાં 12 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી એરેરાટી વ્યાપી ગઇ છે. કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામે 12 વર્ષની માસુમ બાળકી સાથે 32 વર્ષીય શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. બે સંતાનોના પિતા નરાધમ શખ્સે એક વર્ષ સુધી 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતો રહ્યો. અને દરેક વખતે કિશોરીની એકલતાનો લાભ લઇ તેને પીંખતો રહ્યો. બે સંતાનોના પિતા એવા આ નરાધમને ફુલ જેવી બાળકીને પીંખતા જરા પણ શરમ ના આવી. હદ તો એ છે કે, આ નરાધમ 12 વર્ષીય માસુમને એક વર્ષ સુધી પીંખતો રહ્યો અને કોઇને ખબર પણ ન પડી.

જોકે કહેવાય છે કે, પાપનો ઘડો ક્યારેક તો છલકાય જ છે. આ મામલે સમગ્ર જિલ્લામાં આરોપી વિરુદ્ધ ફિટકારની લાગણી વરસી રહી છે. આરોપીને ગણતરીની કલાકોમાં કલ્યાણપુર પોલીસે ઝડપી પાડ્યો હતો અને જેલ હવાલે કરી દીધો છે. પોલીસે પોકસો એકટ સહિતની વિવિધ કલમો અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.