લોકડાઉનમાં તમારા બાળકની ઈમ્યુનિટી સીસ્ટમને વધારવા, ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ

0
7

કોરોના વાયરસથી બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે ખતરો હોય છે. જો તમારા બાળકોની રોગપ્રતિકાર શક્તિ સ્ટ્રોંગ નથી, તો લોકડાઉન દરમિયાન તેમની ડાયટમાં કેટલીક જરૂરી વસ્તુઓનો સમાવેશ કરી દો. આવુ કરવાથી તેમના શરીરીની રોગપ્રતિકારક શક્તિ વધશે અને બીમારીઓ તેમના શરીરને જલ્દી શિકાર બનાવી શકશે નહી.

લાલ કેપ્સિકમ

લાલા કેપ્સીકમમાં બે ગણુ વિટામીન સી હોય છે. જેમાં ભરપૂર પ્રમાણમાં બીટા કેરોટીન પણ મળી આવે છે. રોગપ્રતિકારક સિસ્ટમ વધારવા સિવાય, વિટામિન સી ચામડીને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. બીટા કેરોટીન તમારી આંખો માટે પણ ખૂબ જ સારુ છે.

દહીં

ડૉક્ટરોનું કહેવુ છે કે, દરરોજ દહીં ખાવાથી શરીરમાં ઈમ્યૂનિટી વધે છે. દહીં માંસપેશિયોના ખેંચતાણમાં પણ આરામ પહોંચાડે છે. જે બોડીને ખૂબ જ ઝડપથી એનર્જી આપવાનું કામ કરે છે. વર્કઆઉટ બાદ ઘણા લોકો દહીંને રેગ્યુલર ડાયટમાં પણ લેતા હોય છે.

શાકભાજી

બાળકોના ડાયેટમાં ફળદાર શાકભાજી જેવા કે, રાજમાં, છોલે વટાણા અને ઘણા પ્રકારની દાળનો પણ સમાવેશ કરો. આ વસ્તુઓ શરીરમાં પ્રોટીનની ખામીને પૂર્ણ કરવાની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિને પણ સુધારે છે.

કેફિર

કેફિર દુનિયાનો સૌથી વધારે અસરકાર પ્રોબાયોટિક્સ ફૂડ છે. આ એક પ્રોબાયોટિક ડ્રિંક છે. દહીની સરખામણીમાં તેમાં વધારે બેક્ટેરિયા મળી આવે છે. જે શરીરની ઈમ્યૂનિટી સીસ્ટમને સ્ટ્રોંગ બનાવવામાં કામ કરે છે.

ખાટા ફળ

વધારે પડતા લોકોમાં ડૉક્ટર દર્દીને સિટ્રસ ફ્રૂટ્સ એટલે કે, ખાટા ફળો ખાવાની સલાહ આપતા હોય છે. વિટામીન C રોગપ્રતિકાર શક્તિે વધારે છે અને કોલ્ડ-કફથી લડવા માટે શરીરને મજબૂત બનાવે છે. સિટ્રસ ફ્રૂટ્સમાં દ્રાક્ષ, સંતરા, કીવી, લીંબુ આવે છે. ઈમ્યૂનિટી સીસ્ટમને વધારવા માટે તમારે આ ફળોનુ નિયમિત સેવન કરવુ જોઈએ.

અવાકાડો

વિટામિન E થી ભરપૂર અવાકાડો તમારા બાળકોના શારીરિક વિકાસ અને ઈમ્યૂનિટી સીસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે. તમે બ્રેકફાસ્ટ સમયે સેન્ડવિચની સાથે અવકાડોને પણ બાળકોની ડાયટમાં જોડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here