હેલ્થ ઈન્શ્યોરન્સ કવર માટે ચૂકવેલ પ્રીમિયમ પર પણ ઈન્કમ ટેક્સ છૂટનો લાભ મળે છે

0
7

હેલ્થ ઈન્શ્યોરન્સ તમને ન માત્ર નાણાકીય સુરક્ષાની ગેરંટી આપે છે પરંતુ ટેક્સ બચાવવામાં પણ મદદ કરે છે. તેના પ્રીમિયમ પર તમે વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધી ટેક્સ બચાવી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર કેટલો ટેક્સ બચાવી શકો છો.

ઈન્ક્મ ટેક્સ એક્ટની સેક્શન 80D અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે
મેડિકલ ઈન્શ્યોરન્સ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમની ચૂકવણી તમારા ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80D હેઠળ ટેક્સ બેનિફિટ આપે છે. સેક્શન 80D તબિબિ ખર્ચમાં કપાત માટે છે. તેના અંતર્ગત તમે, પરિવાર અને આશ્રિત માતા-પિતા દ્વારા ચૂકવવામાં આવતા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ બચાવી શકો છો.

હેલ્થ ઈન્શ્યોરન્સ પર કેટલો ટેક્સ છૂટનો લાભ મળે છે

જો તમે તમારા માટે અને તમારી પત્ની અને બાળકો માટે કોઈ પોલિસી ખરીદો છો તમને પ્રીમિયમ પર મહત્તમ 25,000 રૂપિયાનું ડિડક્શન મળી શકે છે
જો તમે સિનિયર સિટીઝન છો ડિડક્શનની લિમિટ વધીને 30,000 રૂપિયા થઈ જાય છે
જો તમે તમારા માતાપિતા માટે બીજી કોઈ પોલિસી ખરીદો છો તમને મહત્તમ 25,000 રૂપિયાનું ડિડક્શન મળી શકે છે
જો તમારા માતા-પિતા વરિષ્ઠ નાગરિક છે ડિડક્શન લિમિટ વધીને 30,000 રૂપિયા થઈ જાય છે
જો તમે તમારા માટે, પત્ની અને બાળકો માટે કોઈ પોલિસી ખરીદો છો અને તમારા માતા-પિતા માટે અન્ય પોલિસી ખરીદો છો તમને બે ડિડક્શન મળશેઃ

  • તમારી પોલિસી માટે 25,000 રૂપિયા અને
  • તમારા માતા-પિતાની પોલિસી માટે 25,000 રૂપિયા સુધી
જો તામારા માતા-પિતા વરિષ્ઠ નાગરિક છે અને તમે તેમના માટે કોઈ પ્લાન ખરીદો છો તમને બે ડિડક્શન મળશેઃ

  • તમારી પોલિસી માટે 25,000 રૂપિયા સુધી અને
  • તમારા માતા-પિતાની પોલિસી માટે 25,000 રૂપિયા સુધી
જો તમે અને તમારા માતા-પિતા વરિષ્ઠ નાગરિક છો અને તમે બે પોલિસી ખરીદો છો, જેમાંથી એક તમારા પરિવાર તથા બીજી તમારા માતા-પિતાને કવર કરે છે તમને બે ડિડક્શન મળશેઃ

  • તમારી પોલિસી માટે 30,000 રૂપિયા સુધી અને
  • તમારા માતા-પિતાની પોલિસી માટે 30,000 રૂપિયા સુધી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here