Friday, September 17, 2021
Homeઆવકવેરા વિભાગ : ચાલુ તપાસ વચ્ચે આવકવેરા વિભાગ દ્વારા નિવેદન જારી કરવું...
Array

આવકવેરા વિભાગ : ચાલુ તપાસ વચ્ચે આવકવેરા વિભાગ દ્વારા નિવેદન જારી કરવું ભારે અસામાન્ય

કેન્દ્ર સરકારના આવકવેરા વિભાગની તપાસ શનિવારે ત્રીજા દિવસે પણ જારી રહી. આ દરમિયાન આવકવેરા વિભાગે હજુ તપાસ ચાલુ હોવા છતાં એક નિવેદન જારી કરીને દાવો કર્યો કે કેટલાક દસ્તાવેજોમાં તેમને ગેરરીતિઓ જણાઇ છે. જોકે, કાયદા અને કર નિષ્ણાતોનું કહેવું છે કે ચાલુ તપાસ વચ્ચે આવકવેરા વિભાગ દ્વારા નિવેદન જારી કરવું ભારે અસામાન્ય છે. વિભાગની વિવિધ ટીમોએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, નવી દિલ્હી અને નોઇડામાં કાર્યાલયો અને 20 રહેણાંક સંકુલોમાં કાર્યવાહી શરૂ કરી હતી.

નિષ્પક્ષ પત્રકારત્વનો ધર્મ: અસહમતિ હોવા છતાં આવકવેરા વિભાગના નિવેદનના મુખ્ય અંશ
આવકવેરા વિભાગના દાવા સાથે અસહમતિ હોવા છતાં નિવેદનના મુખ્ય અંશો પ્રકાશિત કરી રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા શનિવારે રાત્રે એક નિવેદન જારી કરીને દાવો કરાયો કે જૂથમાં 6 વર્ષમાં 700 કરોડ રૂ.ની આવક પર ટેક્સ મુદ્દે ગેરરીતિ જણાઇ છે. તેની વધુ તપાસ કરાઇ રહી છે. સાથે જ વિવિધ કંપનીઓમાં સાઇક્લિકલ ટ્રેડ, ફંડ ટ્રાન્સફર અને રિયલ એસ્ટેટ કંપનીમાં લોન અંગે પણ તપાસ કરાઇ રહી છે.

આવકવેરા વિભાગે તેના નિવેદનમાં કહ્યું કે કંપનીની આવક-ખર્ચ સંદર્ભે તપાસ હજુ ચાલી રહી છે. વિવિધ લેવડ-દેવડ તથા કર ચૂકવણી બાબતે દસ્તાવેજ જોવામાં આવી રહ્યા છે. વિભાગે જે ગેરરીતિઓ દર્શાવી છે તેમાં કોઇ જ પ્રકારની ગરબડ નથી. આ તમામ મુદ્દે તેમને પૂરી તથ્યાત્મક માહિતી તથા દસ્તાવેજ પૂરા પાડવામાં આવી રહ્યા છે, જેથી સ્થિતિ સ્પષ્ટ થઇ શકે. બીજી તરફ વિભાગે એમ પણ જણાવ્યું છે કે લખનઉ સ્થિત અન્ય એક જૂથની તપાસ પૂરી થઇ ગઇ છે. ત્યાં દસ્તાવેજોમાં આવક અને ટેક્સમાં ગેરરીતિઓ જણાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments