એકતા કપૂર અને કરણ જોહરના પ્રોડક્શન હાઉસ પર ઈન્કમ ટેક્સના દરોડા, જાણો વિગત

0
25

મુંબઈ: આવકવેરા વિભાગ દ્વારા બોલિવૂડનાં મોટા પ્રોડક્શન પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કરણ જોહર, એકતા કપૂર સહિત સાત જેટલા પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. પ્રોડક્શન હાઉસ પર એક્સ્ટ્રા આર્ટીસ્ટનાં નામે ટેક્સ ચોરીના આશંકાને કારણે દરોડા પાડવામાં આવ્યા હતા તેવું જાણવા મળ્યું હતું.

આવકવેરા વિભાગે બોલિવૂડનાં સાત જેટલા પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા હતાં. આ પ્રોડક્શન હાઉસમાં કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન અને એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સનો પણ સમાવેશ થયો હતો. આ દરોડામાં ફિલ્મ અને ધારાવાહિકમાં એક્સ્ટ્રા તરીકે કામ કરતા આર્ટીસ્ટને આપવામાં આવતાં નાણાંમાં ટેક્સ ચોરીની આશંકાના કારણે કરવામાં આવી છે તેવી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રીતેશ સધવાની અને ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેન્મેન્ટ, વાશુ ભાગનાનીની પૂજા એન્ટરટેનમેન્ટ એન્ડ ફિલ્મ્સ અને અજય રાયની જાર પિક્ચર્સ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here