અમદાવાદ : જાણીતા પોપ્પપલર ગ્રુપ પર ઇન્કમટેક્ષના દરોડા, 25 જગ્યાએ રેડ

0
39

અમદાવાદમાં જાણીતા બિલ્ડર ગ્રુપ પોપ્યુલર ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. પોપ્યુલર ગ્રુપના માલિક દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ સહીતના સંકળાયેલાઓના નિવાસસ્થાન, કામકાજ સ્થળ સહીત કુલ 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદમાં આવ્યા હતા. પોપ્યુલર ગ્રુપના માલિકની પૂત્રવધૂને કોર્ટકેસ બંધ કરવા માટે અઢી કરોડ રોકડા આપ્યા હતા. જે પોલીસે પકડી પાડીને આવકવેરાનુ ધ્યાન દોર્યું હતું. આવકવેરા વિભાગે આ બાબતે તપાસ કર્યા બાદ, ઠેર ઠેર આવકવેરાના દરોડા પાડ્યા છે.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્રવધૂ ફીઝુએ પતિ મૌનાંગ, સસરા રમણભાઇ, સાસુ મયૂરિકાબહેન વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારામારી, ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ રમણ પટેલ દ્વારા પુત્રવધુ ફિઝુ અને માતા જાનકી પટેલને સમાધાન માટે બોલાવામાં આવ્યા હતા. જ્યાં બળજબરીપૂર્વક સમાધાનના કાગળો પર સહી કરાવવામાં આવી હતી અને અઢી કરોડ આપવામાં આવ્યા હતા. તેમજ ફિઝુ પટેલ અને જાનકી પટેલનુ અપહરણ કરીને તેઓને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે સમાધાન માટે બળજબરી કરી હતી. ફિઝુબેન અને જાનકીબેનના આપેલા અઢી કરોડ રૂપિયા જાનકીબેનના બહેન નિમાબેન પાસેથી મળ્યા હતા. નિમાબેન નારણપુરામાં રહે છે. જેમની પાસેથી પોલીસને અઢી કરોડ રૂપિયા મળ્યા હતા.

આવામાં વસ્ત્રાપુર પોલીસે અપહરણ અને ગોંધી રાખવા સહિત બળજબરીનો વધુ કલમનો ઉમેરો કર્યો છે. આ સાથે જ રમણભાઈના ભાઈ દશરથ પટેલ અને ભત્રીજા વિરેન્દ્ર પટેલ અને આલાપ પટેલની મુખ્ય ભૂમિકા પ્રાથમિક તપાસમાં સામે આવી છે. તેથી વસ્ત્રાપુર પોલીસ દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલની પણ પૂછપરછ કરી હતી.

સમાધાન માટે મોકલાવેલા અઢી કરોડને લઇ આવકવેરા હરકતમાં આવી સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે. આજે સવારે બિલ્ડર પોપ્યુલર ગ્રુપ બાદ દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સવારે 5:30 વાગ્યાથી IT વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ છે. શહેરમાં ઘણા સમય બાદ ફરી IT વિભાગે બિલ્ડોરોને ઝપેટમાં લીધા છે. આઈટી વિભાગ તેમજ પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનમાં અંદાજે 25 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદનું પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદોમાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here