અધુરી કહાની : 5 બાળકો છતાં 4 બાળકોની મા સાથે પ્રેમ થતા નદી કિનારે મળી બંનેની લાશો

0
0

છત્તીસગઢના ગરિયાબંદમાં એક મહિલા અને એક યુવકની લાશ નદી કિનારેથી મળી આવી છે. બંનેએ ઝેર પીને જીવ આપ્યો હોવાની માહિતી મળી છે. માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. બંને એક જ ગામના હતા અને પરિણીત હતા. પોલીસને શંકા છે કે, પ્રેમ પ્રકરણના કારણે બંનેએ આત્મહત્યા કરી છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટના જુગાડ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

પોલીસને માહિતી મળી હતી કે, એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ નદી કિનારે પડ્યો છે. ત્યારપછી ઘટના સ્થળે જઈ પોલીસે તપાસ કરતાં ખબર પડી કેતે 37 વર્ષનો પરમેશ્વર મરકામ અને 38 વર્ષની લલિતા યાદવના મૃતદેહો હતા. બંને બાજુના જ ગામમાં રહેતા હતા. પોલીસને ત્યાં જ ડિસ્પોઝલમાં એક લિક્વિડ પદાર્થ પણ મળ્યો. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવતા તેમણે ઝેરી દવા પીધી હોવાનું કારણ સામે આવ્યું.

મહિલાના 4 બાળકો, યુવકના 5
પોલીસે તપાસ શરૂ કરતાં ખબર પડી કે બંને પરિણીત હતા. લલિતા વિધવા હતી અને તેના 4 બાળકો હતા. પરમેશ્વરના 5 બાળકો હતા. ગામમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, લલિકા અને પરમેશ્વર વચ્ચે સારા સંબંધો હતા અને બંને એકબીજા ઘરે પણ અવારનવાર આવતા જતા હતા. રવિવારે બંને સાથે નીકળ્યા હતા. ત્યારપછીથી બંને ગુમ હતા. આ દરમિયાન બીજા દિવસે સોમવારે બંનેની લાશો મળી હતી. આ સંજોગોમાં પોલીસને પ્રેમ પ્રકરણ હોવાની શંકા ચે.

લલિતાનો પતિ અને પરમેશ્વર સાથે કામ કરતાં હતા અને મિત્રો હતા
લલિતાના પતિ દેવી સિંહ યાદવનું 5 વર્ષ પહેલાં મોત થયું હતું. લલિતાની 3 લગ્ન લાયક દિકરીઓ છે. જ્યારે દિકરો 10 વર્ષનો છે. જ્યારે પરમેશ્વરને બે પત્નીઓ હતી. પહેલી પત્નીથી 3 દિકરીઓ અને બીજી પત્નીથી એક દિકરો હતો. સૌથી મોટી દીકરી 14 વર્ષની છે. લલિતાના પતિ દેવી સિંહ અને પરમેશ્વર બંને મિત્રો હતા. આ સંજોગોમાં દેવી સિંહના મોત પણ પરમેશ્વર લલિતાનો સહારો બન્યો હતો.

પત્નીઓ અને દિકરી ટોણા મારતી હતી એટલે મોતને વ્હાલુ કર્યું
પરમેશ્વરે બંને પત્નીઓ માટે અલગ અલગ મકાન બનાવ્યા હતા. તે 50 એકર જમીન અને બે ટ્રેક્ટરનો માલિક હતો. જ્યારે લલિતા મજૂરી અને ખાવાનું બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેની જરૂરિયાતોનું પરમેશ્વર ધ્યાન રાખતો હતો. તેમની વચ્ચેના પ્રેમની પરિવારને પણ જાણ થઈ ગઈ હતી. આ સંબંધ પરિવારને મંજૂર નહતો. લલિતાની દિકરીઓ અને પરમેશ્વરની પત્ની તેમને ટોણા મારતા હતા. બંનેના સમાજ પણ અલગ અલગ હોવાના કારણે આ સંબંધ સમાજને પણ મંજૂર નહતો.

આ રાજ્યમાં સતત પ્રેમી પંખીડાઓ મોત સ્વીકારી રહ્યા છે
રાજ્યમાં પ્રેમી પંખીડાઓમાં આત્મહત્યા અને હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. માત્ર જૂન મહિનામાં જ જશપુર, ગરિયાબંધ અને જાંજગીરમાં આવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં પ્રેમી જોડાએ આત્મહત્યા કરી હોય અથવા તેમાંથી કોઈ એકે બીજાની હત્યા કરી દીધી હોય. આડા સંબંધો તેમાં મુખ્ય કારણ છે.

  • 20 જૂન- ગારિયાબંધમાં પ્રેમ પ્રકરણના કારણે 3 બાળકોના પિતાએ એક યુવતી સાથે ઝાડ પર ફાંસીના ફંદે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
  • 14 જૂન- જાંજગીરમાં પત્ની પર આડા સંબંધોનો આરોપ લગાવીને બિલાપુરના યુવકે કારમાં જ તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. પછી તેને લૂંટનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
  • 10 જૂન- જશપુરમાં યુવકે તેની 16 વર્ષની પ્રેમીકા સાથે ફાંસીના ફંદે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકના ક્યાંક બીજે લગ્ન નક્કી થઈ ગયા હતા.
  • 7 જૂન- જાંજગીરમાં 13 વર્ષની દિકરી સાથે વાત કરતા પિતાએ પ્રેમીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારપછી તેની લાશે 15 ફૂટ ઉંડા ખાડામાં દફનાવી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here