કોરોના વોરિયર્સ – અમદાવાદની કિડની હોસ્પિટલના કોવિડ સેન્ટરના નર્સિંગ કેબિનમાં અસુવિધા, સેન્ટરનો વીડિયો વાઈરલ

0
13

સીએન 24,ગુજરાત

અમદાવાદએક તરફ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીના એક પછી એક વીડિયો બહાર આવી રહ્યા છે. હમણા એક વીડિયો સોશિયલ વીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો કિડની હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે. એક કોવિડ દર્દી દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં દર્શવાવવામાં આવી રહ્યું છેકે, કોવિડ સેન્ટરમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરતો નર્સિંગ સ્ટાફ પરેશાન છે. નર્સિંગ સ્ટાફના કેબિનમાં ન તો ACની સુવિધા છે કે નતો પંખો આપવામાં આવ્યો છે. જેના કારણે સ્ટાફને કોવિડ દર્દીઓ સાથે પંખા નીચે બેસવું પડે છે.  અનેક રજૂઆત છતાં પણ ટેબલ ફેન કે સિલિંગ ફેન આપવામાં આવ્યો નથી અને AC પર રિપેર કરાવવામાં ન આવ્યું હોવાનો વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here