અમદાવાદમાં સ્‍વચ્‍છતા સર્વેક્ષણ માટે કોર્પોરેશન તંત્રનું આકરૂ વલણઃ અનેક એકમોને ગંદકી બદલ 1પ00 થી 2પ હજાર સુધીનો દંડ

0
35
With Dengue Series... Gateway of Sonia Vihar with full of garbage in East Delhi. EXPRESS PHOTO BY PRAVEEN KHANNA 07 06 2017. *** Local Caption *** With Dengue Series... Gateway of Sonia Vihar with full of garbage in East Delhi. EXPRESS PHOTO BY PRAVEEN KHANNA 07 06 2017.

અમદાવાદ : સ્વચ્છતા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુબ જ અગ્રેશનથી કામ કરી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણને અમદાવાદ કોર્પોરેશન ખુબ જ સીરિયસલી લઇ રહ્યું છે. કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ચુક્યું છે. ઉતરાયણનાં બીજા દિવસે શહેરનાં વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેના ભાગરૂપે આજે સુભાષબ્રિજ નજીક આવેલા નંદનવન કોમ્પલેક્સ અને કાવેરી કોમ્પલેક્સમાં પુષ્કળ ગંદકી કરવા બદલ અનેક એકમોને 1500 રૂપિયાથી માંડીને 25 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જો કે AMC ની આ કાર્યવાહી દરમિયાન સુભાષબ્રિજનાં નંદનવન કોમ્પલેક્સ ખાતે વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે ચકમક જરી હતી. ગંદકી મુદ્દે વેપારીઓની દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંદકી મુદ્દે AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 50થી વધારે દુકાનો સીલ કરાઇ. આખરે કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસને બોલાવીને બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરી હતી. પશ્ચિમ ઝોનનાં અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી.

– આનંદ નગર પર આવેલા થાઇ સેન્સેશનને પોતાનો કાટમાળ જાહેર રોડ પર નાખવા બદલ 25 હજાર રૂપિયાનો દંડ

– સાબરમતીમાં આવેલા સાશ્વત સ્કાયને ગટરનું ગંદુ પાણી જાહેરમાં નાખવા બદલ 5 હજાર રૂપિયાનો દંડ

– લો ગાર્ડન ખાતે નૂતન નાગરિક બેંકને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો.

– નારોલની આકાશ ફેશન પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમેટેડને જાહેરમાં કચરો ફેંકવા બદલ 25 હજાર રૂપિયાનો દંડ

– ઠક્કરબાપાનગરમાં આવેલા સ્ટોન કાર્ટિંગ ગોડાઉનને જાહેરમાં કચરો ફેંકવા બદલ 5 હજારનો દંડ

– ઇન્ડિયા કોલોનીમાં સુહાન ગેસ્ટહાઉસને રોડ પર પાણી ફેંકવા બદલ 1500નો દંડ

– ખાડીયાની સનરાઇઝ હોટલમાં જાહેર રોડ પર પાણી ફેંકવા બદલ 5000 રૂપિયાનો દંડ

– ઇન્ડિયા કોલોનીની સ્ક્રેપને ટ્રેડર્સને જાહેરમાં ગંદકી બદલ 1500નો દંડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here