સુરત : અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસોમાં વધારો : પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સોસાયટીઓના પ્રમુખો સાથે મહત્વની મિટિંગ યોજાઈ.

0
12

સુરત શહેરના અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસો વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાંદેરમાં 42 અને અઠવા ઝોનમાં 40 કેસ નોંધાયા છે. જેને લઈને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સોસાયટીઓના પ્રમુખો સાથે મહત્વની મિટિંગ યોજાઈ છે. જેમાં સોસાયટીઓના પ્રમુખોને કોરોના સામે લડવા માટે કડક પગલા લેવા સુચના આપવામાં આવી છે.

બેથી વધુ પોઝિટિવ કેસ નોંધાય ત્યારે શેરી, મહોલ્લો, સોસાયટીને સીલ કરવામાં આવી રહ્યાં હોવાનું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું.
(બેથી વધુ પોઝિટિવ કેસ નોંધાય ત્યારે શેરી, મહોલ્લો, સોસાયટીને સીલ કરવામાં આવી રહ્યાં હોવાનું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું.)
હજીરા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા તમામના ટેસ્ટ કરવા સુચના
અઠવા સાથે રાંદેર ઝોન વિસ્તારમાં પણ કોરોનાના કેસો વધવા માંડતાં પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જ્યારે હજીરા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા તમામ કામદારો, સ્ટાફોના ટેસ્ટિંગ કરવા પણ પાલિકા કમિશનરે સુચના આપી દીધી છે. જ્યારે આજે અઠવા અને રાંદેર ઝોનમાં આવેલી સોસાયટીઓના પ્રમુખો સાથે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ છે. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ 150 જેટલી સોસાયટીઓ પ્રમુખ- સેક્રેટરીઓ સાથે મિટિંગ કરી છે. આ બેઠકમાં પાલિકા કમિશનર બંછાનિધી પાણી, ડેપ્યુટી મેયર નીરવ સહિત પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા છે.

 

બેથી વધુ પોઝિટિવ કેસ નોંધાય ત્યારે શેરી, મહોલ્લો, સોસાયટીને સીલ કરાશે

કોરોનાની સ્થિતિ કથળવા માંડતાં ફરી વખત ક્લસ્ટર જાહેર કરવામાં આવી રહ્યાં હોય માઈક્રો ક્લસ્ટર સહિતના કુલ 658 જેટલા ક્લસ્ટરો છે ત્યારે એક કેસ નોંધાય તે ઘરના લોકોને ક્વોરન્ટીન કરી સ્ટીકર મારવામાં આવી રહ્યાં છે. તેમજ બેથી વધુ પોઝિટિવ કેસ નોંધાય ત્યારે શેરી, મહોલ્લો, સોસાયટીને સીલ કરવામાં આવી રહ્યાં હોવાનું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે. કમિશનરે જે વિસ્તારમાં કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવે તે જ દિવસે બેરીકેડિંગ કરી કન્ટેઈન્મેન્ટ કરવાની વ્યવસ્થા કરવા તથા ચૌટા બજાર- બરોડા પ્રિસ્ટેજ તેમજ જ્યાં વધુ ભીડભાડ વાળી જગ્યા હોય તેવા વિસ્તારમાં કોવિડ પરિસ્થિતિને ધ્યાને રાખી થોડા દિવસ માટે લારી-ગલ્લા બંધ કરાવવા પણ આદેશ આપ્યો છે.

માસ્ક વિના ફરતાં લોકોને પકડવા રાંદેરમાં ચેક પોસ્ટ બનાવાશે

અઠવા સાથે રાંદેર ઝોન વિસ્તારમાં પણ કોરોનાના કેસો વધવા માંડતાં હજીરા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા તમામ કામદારો, સ્ટાફોના ટેસ્ટિંગ કરવા પણ પાલિકા કમિશનરે સુચના આપી દીધી છે. પાલ-અડાજણમાં પોઝિટિવ કેસ વધુ આવતાં હોય તે વિસ્તારની સોસાયટીના પ્રમુખો સાથે કોવિડ અંગે ઝોનલ ચીફ હવે મિટિંગ યોજશે. રાંદેર ઝોનમાં માસ્ક વિના ફરતાં લોકોએ ચેક કરવા માટે જરૂર જણાય ત્યાં બેરીકેડીંગ કરી ચેક પોસ્ટ પણ ઉભી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here